Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

લોકોના ઘર તેમની સામે જ તોડી પાડયા…કોઈ કુબલિયાપરામાં, કોઈ સગાને ત્યાં રહેવા ગયું, જુઓ રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનના ભાવુક દૃશ્યો

Mon, February 23 2026


આજે સવારથી જંગલેશ્વરમાં આજી નદીનો પટ તેમજ ટાઉન પ્લાનિંગ રોડ ઉપર રાજકોટ મહાપાલિકા દ્વારા ડિમોલિશન ચાલી રહ્યું છે તે પહેલાં જ શનિ-રવિ દરમિયાન મહત્તમ લોકોએ પોતે જ ઘર ખાલી કરી નાખ્યું અથવા તો જાતે જ દબાણો તોડી પાડયા હતા. એક જ ઝાટકે છત છીનવાઈ જતાં મોટી સંખ્યામાં લોકો ઉપર આફત આવી પડી હતી.

ટૂંકા ગાળામાં જ ઘર શોધવાનું હોય આખો દિવસ રઝળપાટ કર્યા બાદ કોઈને કુબલિયાપરામાં પાંચથી સાત હજાર રૂપિયાના ભાડે મકાન મળતાં ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા તો કોઈને ભાડું પરવડતું ન હોય જ્યાં સુધી ભાડાનું મકાન કે અન્ય કોઈ રહેઠાણ ન મળે ત્યાં સુધી પોતાના પરિવારજનને ત્યાં જો રૂમ કે ઓરડી ખાલી હોય તો ત્યાં રહેવા ચાલ્યું જવું પડયું હતું. ઘણા પરિવાર એવા પણ હતા જેમને રવિવાર રાત સુધી રહેવા માટે ઠેકાણું ન મળતાં હાલત કફોડી થઈ ગઈ હતી. આ બધાની વચ્ચે જેમનું ઘર છીનવાયું છે તેમની આંખમાં આંસુ જોવા મળ્યા હતા તો અનેક લોકોના ચહેરા ઉપર ‘હવે શું ?’ તેવી ચિંતા પણ જોવા મળી હતી.


રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવાર, 23મી ફેબ્રુઆરીએ શહેરના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જંગલેશ્વર તેમજ આજી નદીના પટ વિસ્તારમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ઉભેલા 1489 ગેરકાયદે મકાન-દુકાન સહિતના બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી કલમ 163 અમલમાં મુકાઈ છે.

વિસ્તારની મુલાકાત લેતા અફરાતફરી અને ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. દાયકાઓ જૂના આશ્રયસ્થાનો ગુમાવતા અનેક લોકો ચોધાર આંસુએ રડી રહ્યા હતા, તો કેટલાક પરિવારોને હવે ક્યાં જવું અને ક્યાં રહેવું તેની ચિંતા સતાવી રહી હતી.

આ પણ વાંચો:વિચાર-તપાસ કરવા જેવું ખરું: સિક્યોરિટી કોન્ટ્રાક્ટમાં ‘કડદો’ તો નહીં નીકળતો હોય ને? ભલા માણસ કોઈનું ઘર તોડવું આપણને પણ કેમ ગમે, વાંચો કાનાફૂસી

શહેરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આ મેગા ઓપરેશન માટે 1130થી વધુ મનપા કર્મચારીઓ ખાસ એપ્રન અને હેલમેટ સાથે તહેનાત કરવામાં આવ્યા છે. 260થી વધુ વાહનો, જેમાં JCB, હિટાચી મશીનો, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે, કામગીરીમાં જોડાયા છે. આજી નદી પટની 55000 ચોરસ મીટર અને ટી.પી. રોડની 32000 ચોરસ મીટર મળી કુલ 87000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તાર સંવેદનશીલ હોવાને કારણે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. 2500થી વધુ પોલીસ જવાનો તહેનાત કરાયા છે અને કોઈપણ પ્રકારના વિરોધ કે અશાંતિની સ્થિતિમાં તાત્કાલિક ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે.


અગાઉ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા

તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અગાઉ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેના વીડિયો પુરાવા પણ જાહેર કરાયા છે. તેથી આ વખતે કોઈ નવું વૈકલ્પિક આવાસ આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં આશરે 225 પરિવારો સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી ચૂક્યા હતા.

તંત્રના મતે ડિમોલિશન અનિવાર્ય બનવાનું કારણ વિસ્તારની અતિ સાંકડી શેરીઓ, દુર્ઘટના સમયે બચાવ કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અને ચોમાસામાં આજી નદીના પૂરથી સર્જાતું જાનમાલનું જોખમ છે. ઉપરાંત વિસ્તાર કેટલાક ગુનાહિત તત્વોની પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ ગણાય છે.

છેલ્લા ત્રણ દિવસથી મનપાની ટીમોની હાજરીને કારણે વિસ્તારમાં ગમગીની અને આક્રોશનો માહોલ હતો. અનેક પરિવારો પોતાના ઘરનો સામાન ખસેડતા જોવા મળ્યા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો દ્વારા વિરોધ પણ નોંધાયો હતો. સોમવારે સવારે 8 વાગ્યાથી બુલડોઝર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે, જે અંદાજે 3 દિવસ સુધી ચાલુ રહેશે.

Hetal Patel, DCPએ જણાવ્યું હતું કે, “જંગલેશ્વરમાં શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન કામગીરી ચાલુ છે. કોઈ અણબનાવ કે ઘટના બની નથી. લોકો સ્વયંભૂ મકાનો ખાલી કરી રહ્યા છે. JCB દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ખોટી અફવાઓમાં વિશ્વાસ ન કરવો અને શાંતિ જાળવવી.”

Share Article

Other Articles

Next

વિચાર-તપાસ કરવા જેવું ખરું: સિક્યોરિટી કોન્ટ્રાક્ટમાં ‘કડદો’ તો નહીં નીકળતો હોય ને? ભલા માણસ કોઈનું ઘર તોડવું આપણને પણ કેમ ગમે, વાંચો કાનાફૂસી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
લોકોના ઘર તેમની સામે જ તોડી પાડયા…કોઈ કુબલિયાપરામાં, કોઈ સગાને ત્યાં રહેવા ગયું, જુઓ રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનના ભાવુક દૃશ્યો
2 કલાક પહેલા
વિચાર-તપાસ કરવા જેવું ખરું: સિક્યોરિટી કોન્ટ્રાક્ટમાં ‘કડદો’ તો નહીં નીકળતો હોય ને? ભલા માણસ કોઈનું ઘર તોડવું આપણને પણ કેમ ગમે, વાંચો કાનાફૂસી
2 કલાક પહેલા
જૂનાગઢમાં ત્રણ ગુનામાં વોન્ટેડ વિવાદિત કીર્તિ પટેલને પોલીસે રાજસ્થાનમાંથી પકડી: મૃગીકુંડમાં સ્નાન વિવાદથી ફસાઈ
3 કલાક પહેલા
ઇલેક્શન મોડ? દેવામાં ડુબેલાઓને બચાવવા કર્ઝા મુક્તિ અભિયાન: 26મીએ રાજકોટમાં સંમેલન, શંકરસિંહની પાર્ટીએ બીડું ઉપાડ્યું
3 કલાક પહેલા
Categories

નેશનલ

2916 Posts

Related Posts

દિલ્હીમાં ઐતિહાસિક ઇમારતો સહિતના સ્થળોની સુરક્ષા વ્યવસ્થા વધારાઈ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
કોંગ્રસની મુશ્કેલી વધી: પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સામે મહાદેવ એપ કેસમાં FIR
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સ્મૃતિ ઈરાનીનું નામ કઈ પોસ્ટ માટે ચર્ચામાં ? શું કહ્યું સ્મૃતિએ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કમોસમી વરસાદ: જામજોધપુર પંથકમાં વરસ્યું વરસાદી ઝાપટું
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર