દિવાળીએ લોકોને મળશે ખુશીઓનું ડબલ બોનસ : વડાપ્રધાન મોદી દેશભરના લોકોને આપશે મોટી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી દિવાળીએ લોકોને GSTમાં રાહતરૂપે ખુશીઓનું ડબલ બોનસ મળશે તેમ જણાવતા કહ્યું હતું કે, હવે તૈયારીઓ કરી લો અમારી સરકાર GSTરિફોર્મની તૈયારીઓ કરી રહી છે. જેનાથી વેપારીઓ અને મધ્યમવર્ગને મોટી રાહત મળશે.GST રિફોર્મ બાદ 5 ટકા અને 18 ટકા એમ GSTના માત્ર બે જ ટેક્સ સ્લેબ રહેવાથી લઘુ ઉદ્યોગથી લઈ વેપારીઓને અને સામાન્ય માણસોને મોટો ફાયદો મળશે.

ગુજરાત સેમી કંડકટરનું હબ બનશે : વડાપ્રધાન
વડાપ્રધાને મોદીએ જણાવ્યું કે, ગુજરાત સેમી કંડકટરનું હબ બનવા જઈ રહ્યું છે. હું કાલે હંસલપુર જઇ રહ્યો છું ત્યા ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ યુનિટને લઇને શરૂઆત થઇ રહી છે. આજે જેટલા પણ આધુનિક ઉપકરણ બની રહ્યા છે તે સેમિ કંડક્ટર વગર નથી બની શકતા. ગુજરાત હવે સેમિ કંડક્ટરમાં પણ મોટું નામ કરવા જઇ રહ્યું છે. ટેક્સટાઇલ, જ્વેલરી હોય ગુજરાતની ઓળખ બની ગઇ છે. દવા,વેક્સિન અને ફાર્મા ઉત્પાદનમાં પણ દેશનું એક તૃતિયાંશ એક્સપોર્ટ ગુજરાતમાંથી થાય છે. આજે ભારત સૌર,પવન અને પરમાણું ઊર્જા મામલે ઝડપથી આગળ વધી રહ્યું છે. ટુરિઝમને લઇને કહ્યું કે, કચ્છના રણમાં સફેદ રણ જોવા માટે દુનિયાને ઘેલુ લાગે, સ્ટેચ્યુ ઓફ યૂનિટી જોવાનું મન થાય, બેટ દ્વારકાનો બ્રિજ જોવા લોકો આવે, એક વાર નિર્ણય કરીએ તો પરિણામ આવીને જ રહે છે.

આંતકવાદ અને આકાઓને અમે છોડતા નથી
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આતંકવાદીઓ અને તેમના આકાઓને અમે છોડતા નથી પછી તે ક્યાંય પણ છુપાયા હોય, દુનિયાએ જોયું છે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો. 22 મિનિટમાં આ બધુ સફાચટ કરી નાખ્યું. સેકડો કિલોમીટર અંદર જઇને નક્કી કરેલા નિશાન પર વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર આપણી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છાશક્તિનું પ્રતિક બની ગયું છે. ચરખાધારી મોહન આપણા પૂજ્ય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યું હતું ત્યારે આવનાર દિવસોમાં કોઈપણ દબાવ સામે ઝૂક્યા વગર ભારત આત્મનિર્ભર બનશે તેવો હુંકાર તેમને ભણ્યો હતો.

દિવાળીએ લોકોને મળશે ખુશીઓનું ડબલ બોનસ : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી દિવાળીએ લોકોને જીએસટીમાં રાહતરૂપે ખુશીઓનું ડબલ બોનસ મળશે તેમ જણાવતા કહ્યું હતું કે, હવે તૈયારીઓ કરી લો અમારી સરકાર GST રિફોર્મની તૈયારીઓ કરી રહી છે. જેનાથી વેપારીઓ અને મધ્યમવર્ગને મોટી રાહત મળશે.GSTરિફોર્મ બાદ 5 ટકા અને 18 ટકા એમ જીએસટીના માત્ર બે જ ટેક્સ સ્લેબ રહેવાથી લઘુ ઉદ્યોગથી લઈ વેપારીઓને અને સામાન્ય માણસોને મોટો ફાયદો મળશે.
