રાજકોટ : રાજ્યમાં હોળી-ધુળેટીના તહેવાર ઉપર માર્ગ અકસ્માત અને શારીરિક હુમલાના બનાવો વધવાની ઇમરજન્સી સેવા 108 દ્વારા આગાહી કરવામાં આવી હતી. જો કે,ગત વર્ષની તુલનાએ આ વર્ષે અકસ્માત, હુમલા અને પડવા-આખળવાના બનાવો વધશે તેવી દહેશત સાચી ઠરી નથી આમ છતાં માર્ગ અકસ્માત અને શારીરિક હુમલાના બનાવોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જેમાં એક જ દિવસમાં રાજ્યના 33 જિલ્લામાં 715 માર્ગ અકસ્માત અને 360 શારીરિક હુમલાના બનાવો બન્યા હોવાના આંકડા 108 દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં 365 દિવસ અવિરત પણ રાત-દિવસ દોડતી રહેતી 108 એમ્યુલન્સ સેવા દ્વારા પાછળના વર્ષોના આકડાના અભ્યાસને ધ્યાને લઈ આ વર્ષે હોળી-ધુળેટીના તહેવામા ઇમરજન્સી ઘટનાઓમાં 3 ટકાથી વધુ વૃદ્ધિ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી. જો કે, 108 એમ્બ્યુલન્સ હોળી-ધુળેટીમાં સતત દોડતી રહી હતી. ગઈકાલે સાંજના છ વાગ્યા સુધીમાં જ 108 એમ્બ્યુલન્સ સેવાએ 3,485 કેસ હેન્ડલ કર્યા હતા.
વધુમાં રાજ્યમાં ધુળેટીના તહેવાર દરમિયાન માર્ગ અકસ્માતના કુલ 715 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ માર્ગ અકસ્માત અમદાવાદ જિલ્લામાં 95 તેમજ સુરતમાં 93 બનાવ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં ધુળેટી તહેવારમાં શારીરિક હુમલાના બનાવો પણ ચિંતાજનક રહ્યા હતા. રાજ્યના 33 જિલ્લામાં કુલ 360 કેસ તેમજ પડી જવાના 209 બનાવ બન્યા હોવાનું 108 એમ્બ્યુલન્સ વિભાગે જાહેર કર્યું હતું.
ક્યાં જિલ્લામાં કેટલા અકસ્માત
અમદાવાદ- 95
- સુરત – 93
- વડોદરા -51
- રાજકોટ 34
- દાહોદ – 30
- ખેડા- 29
- બનાસકાંઠા- 24
- ભરૂચ – 23
- પંચમહાલ – 23
- આણંદ -20
- વલસાડ -20
- નવસારી -20
- મહેસાણા – 19
- ભાવનગર- 19
- સાબરકાંઠા -17 S
- જૂનાગઢ- 17
- સુરેન્દ્રનગર – 17
- મોરબી -16
- કચ્છ-15
- જામનગર-15
- ગાંધીનગર -14
- અમરેલી -12
- પોરબંદર -12
- દેવભૂમિ દ્વારકા -11
- નર્મદા -9
- તાપી-9
- બોટાદ -9
- મહીસાગર -8
- ગીર સોમનાથ -8
- અરવલ્લી – 8
- પાટણ – 7
- છોટા ઉદેપુર -7
- ડાંગ – 4
