પાઉંભાજી,પીઝા,પૂરણપોળી…ખાણીપીણીના શોખીન રાજકોટીયન્સ તહેવારોમાં 150 કરોડનું ખાઈ જશે
લાભપાંચમ સુધી ઘરના કિચન લોક ને હોટલ- રેસ્ટોરન્ટ કિચન અનલોક: સ્ટ્રીટ ફૂડમાં પણ વેઇટિંગ, બપોરે ગુજરાતી થાળી તો સાંજે પંજાબીનો ચટાકો: 25,000 થી વધુ પાર્સલની થશે ડીલેવરી
તહેવારો આવતાની સાથે જ રાજકોટવાસીઓના કિચન લોક થઈ જાય છે અને હોટેલ રેસ્ટોરન્ટ અનલોક થઇ જાય છે. તહેવારની આ સિઝનમાં શહેરીજનો 150 કરોડનું ખાઈ જશે. દિવાળીના મહાપર્વનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આ પાંચ રસોઈની રાણીઓ રજા ઉપર ઉતરી જાય છે અને હોટલો રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટફૂડ પર ધામાં હોય છે.
રંગીલા રાજકોટવાસીઓ ખાણીપીણીના શોખીન છે. દિવાળી પહેલા જ ઘરની સાફ સફાઈ જ્યારથી શરૂ થાય થાય છે ત્યારથી બહારનું ખાવા પીવાનું શરૂ થઈ જતું હોય છે. રાજકોટના જાણીતા સોનાલી રેસ્ટોરન્ટના શેખર મહેતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવાળી પહેલા જ હોટલ રેસ્ટોરન્ટ માટે જતી હોય છે પરંતુ દિવાળીના દિવસેથી લઈ લાભપાંચમ સુધી ફુલફ્લેશમાં સિઝન હોય છે. દસ દિવસમાં આખા વર્ષની કમાણી ખાણીપીણીના ધંધાર્થીઓ કરતા હોય છે.
અત્યારે તહેવારોમાં રાજકોટવાસીઓ બપોર અને સાંજ બંને બહારનું ખાવાનું પસંદ કરતા હોય છે તેમાં બપોરના સમયે ગુજરાતી ડીશ માટે પડાપડી થતી હોય છે. તહેવારના ટાણે પરંપરાગત મીઠાઈ સાથે પ્યોર ગુજરાતી ફૂડ પીરસવામાં આવતું હોય છે જ્યારે સાંજના સમયે સાઉથ ઇન્ડિયન અને પંજાબી તેમજ પાવભાજી ,પુલાવ ખાતા હોય છે. સાંજે 7:00 વાગ્યાથી લઈને રાતના બે વાગ્યા સુધી સ્વાદશોખીનો અલગ-અલગ ડિશનો સ્વાદ માણતા હોય છે.
આ ઉપરાંત અલગ અલગ વિસ્તારો જેમ કે સર્વેશ્વર ચોક, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, ભક્તિન ગર સર્કલ સોરઠીયા વાડી ચોક, નાના મવા અને મવડી, દોઢસો ફૂટ રીંગ રોડ, એસી ફૂટના રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં પણ સ્ટ્રીટ ફૂડને ત્યાં લોકોની ભીડ હોય છે.હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ જણાવ્યું હતું કે આખા વર્ષના સૌથી મોટા તહેવારમાં હોટલ વ્યવસાય ધંધામાં ઊઠે છે અગાઉથી જ દિવાળી થી લઈને લાભ પાંચમ સુધીના દિવસોમાં જમવા માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવતા હોય છે આ ઉપરાંત દિવાળીના તહેવારોમાં 25,000 થી વધુ પાર્સલની હોમ ડિલિવરી થતી હોય છે.