રાજકોટમાં યુવક-યુવતીઓમાં ખૂટી રહી છે ધીરજ: 19થી 35 વર્ષના ચાર લોકોએ આપઘાત કરી લેતા સનસનાટી
રાજકોટમાં જાણે કે યુવક અને યુવતીઓમાં ધીરજ ખૂટી રહી હોય તે પ્રકારે 19થી 35 વર્ષના ચાર લોકોએ ગળાફાંસો અને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી હતી.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે પુષ્કરધામ મેઈન રોડ પર ક્રિષ્ના પાર્કમાં રહેતો અને અભ્યાસ કરતા 19 વર્ષીય સુરેશકુમાર કરણરાય ચાવડાએ જંતુનાશક દવા પી લેતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં 16 કલાક સુધી સારવાર ચાલ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું.
આ જ રીતે ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા ગીતાબેન ભીખાભાઈ ભાટીએ પોતાના ઘરમાં જ ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. ગીતાબેન માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હોય તેમણે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ છે. ગીતાબેનને બે પુત્ર અને બે પુત્રી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આ પણ વાંચો :કાર્તિક શર્મા-પ્રશાંત વીર બન્યા કિંમતના ‘કિંગ્સ’ : IPL-2026ના મિનિ ઑક્શનમાં CSKએ બન્ને ખેલાડી ઉપર પૈસા વરસાવ્યા
જ્યારે રેલનગરમાં શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશિપમાં રહેતા નિલેશ વસંતભાઈ ચાવડા (ઉ.વ.35)એ માનસિક બીમારીથી કંટાળી ફિનાઈલ પી લેતાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. આપઘાતનો અન્ય એક બનાવ મુળ ગીર-સોમનાથ અને હાલ રાજકોટમાં મટુકી રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા ગોવિંદરત્ન ગ્રીનસિટીમાં રહેતી મિત્તલ મનુભાઈ બામણિયા (ઉ.વ.22)નો બનવા પામ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મિત્તલે ઘરના રૂમમાં જ ગળાફાંસો ખાઈ લેતાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. મિત્તલ પુનિતનગરમાં આવેલી પ્રતિક્ષા હોસ્પિટલમાં સવારે નર્સ અને સાંજે કપડાંના શો-રૂમમાં નોકરી કરતી હતી. તેણે છેલ્લે મંગેતર સાથે વાત કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
