પેસેન્જર્સની સુવિધા વધશે! રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની નાઈટ ફલાઇટ ઉડાન ભરશે
રાજકોટ એરપોર્ટ પરથી હવાઇ મુસાફરી કરતા પેસેન્જરો માટે ખુશખબર છે. ડીજીસીએ (DGCA) દ્વારા જાહેર કરાયેલા વિન્ટર શેડયુઅલ મુજબ હવે રાજકોટથી રોજબરોજ 13 ફલાઇટ્સ ઓપરેટ થશે. તેમાં દિલ્હીની વધુ બે ફલાઇટનો ઉમેરો થતાં પેસેન્જરોને વધુ સમય વિકલ્પ મળશે.
હાલ રાજકોટથી દિલ્હીની કુલ ચાર ફલાઇટ ઓપરેટ થાય છે, જેમાં લાંબા સમય બાદ વહેલી સવારની બે ફલાઇટની સુવિધા શરૂ થતાં મુસાફરોને ખાસ રાહત મળી છે. હવે ઇન્ડિગો એરલાઇન ટૂંક સમયમાં રાત્રે 9.45 વાગ્યે દિલ્હીની નાઈટ ફલાઇટ શરૂ કરવાની તૈયારીમાં છે, જેના માટે DGCA તરફથી સ્લોટ મંજૂરી મળી ગઈ છે.
આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયા જઇ રહેલા 4 ગુજરાતીઓનું ઇરાનમાં અપહરણ : નગ્ન કરી માર મારી ખંડણી માંગી, સરકારની મદદથી પહોંચ્યા ભારત
તે ઉપરાંત બેંગ્લોર માટે બપોરે નવી ફલાઇટ શરૂ થવાની પણ મંજૂરી મળી છે, જે આગામી દિવસોમાં શરૂ થવાની શક્યતા છે. વિન્ટર શેડયુઅલ 26 ઓક્ટોબરથી 28 માર્ચ સુધી લાગુ રહેશે.એરપોર્ટ સોર્સિસ મુજબ નવા શેડયુઅલ સાથે રાજકોટ એરપોર્ટની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, જેના કારણે બિઝનેસ તથા ફ્રિક્વન્ટ ટ્રાવેલર્સ બંનેને સુવિધા મળશે.
