નેપાળમાં સંસદ ભંગ : વચગાળાનાં PM સુશીલા કાર્કી બન્યા : વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી, આ તારીખે દેશમાં યોજાશે ચૂંટણી
નેપાળમાં સત્તાપલટા બાદ ચાલી રહેલા ઘટનાક્રમમાં શુક્રવારે મોડી સાંજે સંસદ ભંગ કરવાની સહમતિ બની હતી સાથોસાથ સુશીલા કાર્કી દેશના વચગાળાનાં PM બન્યા છે. નેપાળની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ સુશીલા કાર્કીએ મોડેથી રાષ્ટ્રપતિ ભવનમાં જ શપથ ગ્રહણ કર્યા હતા.
Beautiful: Sudan Gurung after Sushila Karki’s oath as PM. pic.twitter.com/3mXpShSFb3
— Routine of Nepal banda (@RONBupdates) September 12, 2025
આગામી ચૂંટણીની તારીખોની જાહેરાત
આ સાથે, નેપાળમાં નવી ચૂંટણીઓની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ નવી સંસદીય ચૂંટણીઓ યોજવા માટે 5 માર્ચ, 2026 ની તારીખ નક્કી કરી છે. રાષ્ટ્રપતિએ શુક્રવારે રાત્રે સુશીલા કાર્કીને પદના શપથ લેવડાવ્યા અને તેઓ વચગાળાની સરકારનું નેતૃત્વ કરનારી દેશની પ્રથમ મહિલા વડા પ્રધાન બન્યા. આ રીતે, નેપાળમાં ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતાનો અંત આવ્યો.
नेपाल की अंतरिम सरकार की प्रधानमंत्री के रूप में पद ग्रहण करने पर माननीय सुशीला कार्की जी को हार्दिक शुभकामनाएं। नेपाल के भाई-बहनों की शांति, प्रगति और समृद्धि के लिए भारत पूरी तरह से प्रतिबद्ध है।
— Narendra Modi (@narendramodi) September 13, 2025
નેપાળના કાર્યકારી વડાપ્રધાન બનવા પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી
ભારતે પણ સુશીલા કાર્કી દ્વારા નેપાળમાં સત્તા સંભાળવા પર ખુશી વ્યક્ત કરી છે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે અમે સુશીલા કાર્કીને નેપાળની કાર્યકારી સરકારના વડા બનાવવાનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે નેપાળમાં હવે શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ પ્રવર્તશે. બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા બનાઇ રહે તેવી આશા. ભારતે કહ્યું કે તેઓ બંને દેશોની જનતાની ભલાઇ માટે એક સાથે મળીને કામ કરતા રહેશે.
રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની આગેવાનીમાં બેઠક
સુત્રોના જણાવ્યા અનુસાર, લાંબી ચર્ચા વિચરણા બાદ સુશીલા કાર્કીના નામ પર સહમતિ સાધવામાં આવી છે. જેના પગલે હવે સુશીલા કાર્કી નેપાળના વચગાળાનાં PM બન્યા છે. સુશીલા કાર્કીના નામ પર જેન જી માં ચાલતા મતભેદો બાદ સેનાધ્યક્ષ અશોક રાજ સિગ્દેલ અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને ભારે મહેનત કરવી પડી હતી. આ અંગે શીતલ નિવાસમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની આગેવાનીમાં રાત્રે બેઠક યોજવામાં આવી હતી. જેમાં નેપાળના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારનું નેતૃત્વ સોંપવા સહમતિ બની હતી. આ બેઠકમાં સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલ, વરિષ્ઠ કાનૂની ઓમ પ્રકાશ અર્યાલ, સુશીલા કાર્કી સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ પૂર્વે આખો દિવસ રાષ્ટ્રપતિ ભવનની બહારના ભાગે આંદોલનકારીઓના જુદા જુદા જૂથ વચ્ચે વિખવાદ રહ્યો હતો. એક જૂથ કુલમાન ઘીસિંગની અને બીજું જૂથ સુશીલા કાર્કીની તરફેણ કરતુ હતું. જો કે, મોડેથી બધા વચ્ચે સહમતી બની હતી અને શરતો પણ માની લેવામાં આવી હતી. દરમિયાન નેપાળના તોફાનોનો મૃત્યુઆંક 51 પહોંચ્યો છે.