Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

માવતરોને મળ્યાં ‘શ્રવણ’: સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં શ્રાદ્ધમાં વડીલોને દત્તક લઈ 45 જેટલાં સંતાનોએ નિભાવ્યું સામાજિક કર્તવ્ય

Wed, September 10 2025

“સાચું શ્રાદ્ધ એ છે કે જ્યાં એકલતા ઓગળી જાય અને પ્રેમથી જીવન નવેસરથી ખીલે.”શ્રાદ્ધનાં પવિત્ર દિવસો ચાલી રહ્યા હતા. જ્યાં લોકો પોતાના પિતૃઓ માટે તર્પણ કરે છે તો ઘણાં સંતાનોએ જીવતા જીવ વડીલો માટે એવી “સદ્દભાવના” કરી બતાવી છે કે આ માટે વડીલોનાં મુખેથી સરી પડે છે કે,કળયુગમાં અમને ઇશ્વરએ “શ્રવણ” આપ્યાં છે,અમે નસીબદાર છીએ..પેટનાં જણ્યા ન કરે એવી સેવા આ સંતાનો કરી રહ્યા છે.આજે વાત કરી રહ્યા છીએ આપણે સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલોની…700 જેટલા નિરાધાર માતા પિતાનાં પુત્ર બની ફરજ સાથે સેવા કરતાં વિજયભાઈ ડોબરીયાએ “માવતર”દત્તક આશીર્વાદ સેવા શરૂ કરી છે,જેમાં ઘણાં એવા સંતાનો છે કે જેમને માતા પિતા કે વડીલની હૂંફ જોઈતી હોય છે તેમને વડીલો દત્તક આપવામાં આવે છે.

આ સેવા બે વર્ષથી શરૂ કરાઇ છે જેમાં અત્યાર સુધીમાં 45 થી વધુ વડીલોને દત્તક લેવાયા છે.ખાસ કરીએ હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હોય જેમાં અનેક પરિવારોએ બે દિવસમાં 10 જેટલા વડીલોનાં આધાર બનીને લાગણી વરસાવી રહ્યા છે.આ વિશે વિજયભાઈ ડોબરીયાએ “વોઇસ ઓફ ડે” સાથેની મુલાકાતમાં કહ્યું કે,2015માં 7 વડીલો સાથે વૃદ્ધાશ્રમ શરૂ કર્યું હતું.આજે 10 વર્ષ પછી 700 જેટલા વડીલોનો પરિવાર છે,200 વડીલ સાવ પથારીવશ છે.જેમ બાળકોને દત્તક લેવાય છે તેમ વૃદ્ધોને પણ દત્તક આપી શકાયને..? જેનાથી અમે આ વડીલોની બધી જ જરૂરિયાત પૂરી કરી શકીએ..બસ આ વિચાર સાથે વર્ષે 51,000 આપી એક વર્ષ માટે માતા કે પિતાને દત્તક લઈ શકે છે.

આ પણ વાંચો : રાજકોટના વકીલોનો એક જ સૂર : હાઈ-વે પર હેલ્મેટ જરૂરી પણ સિટીમાં અનિવાર્ય નથી! કહ્યું-પહેલા રસ્તાની હાલત સુધારવી જોઈએ

આ અભિયાનમાં રાજકોટ ઉપરાંત દેશ વિદેશથી ઘણાં સંતાનો જોડાયા છે.ઘણી વખત આ પરિવાર દત્તક લીધેલા વડીલોને મળવા પણ આવે છે તેમની સાથે સમય વિતાવે છે, સમયાંતરે ફોન કરીને ખબર અંતર પૂછે છે તો આ વડીલો માટે નવા વસ્ત્રો,ફ્રૂટ્સ વગેરે મોકલે છે.આ સતકાર્ય પછી ઘણાં સંતાનોને માતા-પિતા અને દાદા-દાદી જેમની ખોટ સાલતી હતી એ પૂરી થઈ,બસ આ ભાવના સાથે  રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં એક હૃદયસ્પર્શી અને અનોખું કાર્ય થઈ રહ્યું છે,અહીં કોઈ વિધિપૂર્વકના યજ્ઞ કે વૈદિક મંત્રોથી નહીં, પણ માનવતા, પ્રેમ અને સંવેદના દ્વારા વડીલોની સેવા થઈ રહી છે.

આ પણ વાંચો : ઉદ્યોગકારોને હાશકારો: ઇન્કમટેક્સની જેમ GST પણ 7 દિવસમાં રિફંડ આપશે,3 દિવસમાં પોર્ટલ પર કરાવી શકશે રજિસ્ટ્રેશન

બા-દાદા THANK U નો વીડિયો બનાવી મોકલે છે

રાજકોટ,મુંબઈ,દુબઇમાંથી અનેક પરિવારો એ વડીલોને દત્તક લીધા છે ત્યારે આ બા અને દાદા તેમના સંતાનો સાથે વીડિયો કોલમાં વાત કરે છે તો થેક્યુ નો  વીડિયો બનાવી ને મોકલે છે.તેમજ તહેવારોની ઉજવણી કરે ત્યારે વીડિયો બનાવીને મોકલે છે.આ એક સેવાથી વડીલોના જીવનમાં વસંત ખીલી છે.ત્યાં સેવા આપતાં અપેક્ષાબહેન કહે છે કે,અહીં સંપૂર્ણ પથારીવશ હોય એવા વડીલોની પણ અમે સેવા કરીએ છીએ,જો સામાજિક જાગૃતિ આવે તો ઝાઝા હાથ રળિયામણા ની જેમ વડીલો લાચાર ન રહે અને તેમના જીવનને આપણે આનંદિત કરી શકીએ.

માવતર દત્તક આશીર્વાદ યોજના,પુણ્યમાં ભાગીદાર બની શકીએ:,વિજય ડોબરીયા

સંચાલક વિજય ડોબરીયાએ કહ્યું હતું કે,આ યોજના થકી અમને ખર્ચામાં મોટી મદદ મળી રહે છે.ટૂંક સમયમાં દિવાળી પછી સદ્દભાવનાનું મોટું વૃદ્ધાશ્રમ બની જશે.લોકો જન્મદિન,મેરેજ એનિવર્સરી પર વડીલો અને વૃક્ષને દત્તક લેતા હોય છે.જ્યારે શ્રાદ્ધ પર્વ પર માવતર દત્તક યોજનામાં સહભાગી થઈ વડીલને દત્તક લઈ  સેવાકીય રીતે તર્પણ કરી શકે છે.

Share Article

Other Articles

Previous

અયોધ્યામાં દિવાળીએ બનશે નવો વર્લ્ડ રેકોર્ડ : રામનગરી 26 લાખથી વધુ દીવાઓથી ઝળહળી ઉઠશે

Next

રાજકોટના વકીલોનો એક જ સૂર : હાઈ-વે પર હેલ્મેટ જરૂરી પણ સિટીમાં અનિવાર્ય નથી! કહ્યું-પહેલા રસ્તાની હાલત સુધારવી જોઈએ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

મેલબોર્ન T20માં ભારત 4 વિકેટથી હાર્યું: કંગારુઓએ 126 રનનું લક્ષ્ય સહેલાઈથી કર્યું ચેઝ, સૂર્યા એન્ડ કંપનીની વિનિંગ સ્ટ્રીક તૂટી
ગુજરાત
4 મહિના પહેલા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો સૌરાષ્ટ્ર યુનિ.નો 60મો પદવીદાન સમારોહ: 14 વિદ્યાશાખાના 160 વિદ્યાર્થીઓને 178 ગોલ્ડ મેડલ એનાયત
ગુજરાત
2 મહિના પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ વફાદાર કાશ પટેલને શું મળ્યું ઈનામ ? શું થયું ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
 અહી ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં થયો બ્લાસ્ટ : પરિવારના 2 સભ્યોનાં મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર