અમદાવાદમાં ભારતના બોલરો પાકિસ્તાન પર કાળ’ બની ત્રાટક્યા: ૧૯૧માં ઓલઆઉટ
પાકિસ્તાનના બેટરો પર ભારતીય બોલરોની સર્જિકલ સ્ટ્રાઈક': અમદાવાદ બન્યું
બ્લ્યું બ્લ્યું’સ્ટેડિયમ આખું વાદળી જર્સીથી છલકાઈ ઉઠ્યું, આખા ગુજરાતમાં ભારતીય બોલરોનું
આક્રમણ’ નિહાળી ક્રિકેટરસિકો ઉછળી પડ્યા
શેરી-ગલીના છોકરાઓ કરતાં પણ પાકિસ્તાની બેટરોની ભંગાર' રમત: રિઝવાન-બાબર સિવાય તમામે ક્રિઝ પર કર્યો
ડાન્સ’: રવીન્દ્ર-કુલદીપ-બુમરાહ-સીરાજ-શાર્દૂલની બે-બે વિકેટ
સરહદે ભારતીય સૈનિકો, ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય ક્રિકેટરો પાકિસ્તાન પર દયા' રાખ્યા વગર કરેલી ધોલાઈ વૉઈસ ઑફ ડે, અમદાવાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપના રોમાંચક મુકાબલામાં પાકિસ્તાન ટીમે બેટિંગમાં રીતસરના આબરૂ (જો કે ક્યાંય છે નહીં)ના ધજાગરા કરતી બેટિંગ કરી ભારતને જીતનો તૈયાર
થાળ’ પીરસી દીધો હતો.
જાણે કે ભારતીય બોલરોનો સામનો કેવી રીતે કરવો તેની તૈયારી કર્યા વગર જ પાકિસ્તાની બેટરો પેડ-ગ્લવ્ઝ પહેરી-બેટ લઈને મેદાન પર ઉતર્યા હોય તેવી રીતે ક્રિઝ પર રીતસરનો ડાન્સ કરતા જોવા મળ્યા હતા ! ભારતીય બોલરોએ શરૂઆતથી જ પાકિસ્તાની બેટરોને તાબા'માં લઈ લીધા હતા જે છેવટ સુધી યથાવત રાખતા પાકિસ્તાનની આખી ટીમ ૧૯૧ રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. મેચને પગલે અમદાવાદનું સ્ટેડિયમ વાદળી રંગની જર્સીની છલકાઈ ઉઠ્યું હતું.
આવી જ રીતે રાજકોટ, વડોદરા, સુરત સહિતના મેગા સિટી ઉપરાંત નાના-મોટા ગામો-શહેરોમાં પણ મેચની લોકોએ ભરપૂર મજા માણી હતી. એકંદરે શેરી-ગલીના છોકરાવ કરતાં પણ નીચલી કક્ષાની બેટિંગ પાકિસ્તાની બેટરોએ કરતાં લોકો પોતાનું હાસ્ય રોકી શક્યા ન્હોતા. ભારત વતી રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સીરાજ, શાર્દૂલ ઠાકુર અને જસપ્રિત બુમરાહે બે-બે વિકેટ ખેડવી પાકિસ્તાની બેટિંગ લાઈનની કમર તોડી નાખી હતી. પાકિસ્તાન વતી બાબર આઝમ (૫૦ રન) અને મોહમ્મદ રિઝવાન (૪૯) રન સિવાય કોઈ બેટરો લાંબો સમય ક્રિઝ જાળવી શક્યા ન્હોતા. એકંદરે જેવી રીતે સરહદે ભારતીય સૈનિકો પાકિસ્તાની આતંકીઓ-સૈનિકોનો
કડદો’ કાઢી રહ્યા છે તેવી જ ભારતીય ક્રિકેટરોએ સ્ટેડિયમમાં પાકિસ્તાની ક્રિકેટરો પર થોડી પણ `દયા’ રાખ્યા વગર વેધક બોલિંગ અને ધમાકેદાર બેટિંગ કરી ક્રિકેટરસિકોને મજા મજા કરાવી દીધી હતી.
પાકિસ્તાની બેટરો એકેય છગ્ગો ન લગાવી શક્યા: રોહિતે કરી ચોગ્ગાથી શરૂઆત
પાકિસ્તાનની ટીમ પહેલાં બેટિંગ કરતાં ૪૨.૫ ઓવરમાં ૧૯૧ રન જ બનાવી શકી હતી. જો કે ૧૧માંથી એકેય બેટરો છગ્ગો લગાવી શક્યા ન્હોતા. સામાન્ય રીતે અમદાવાદની પીચ બેટરોને માફક આવતી હોય છે પરંતુ આ મેચમાં ઉલટી ગંગા વહી હતી. જ્યારે ભારત વતી રોહિત શર્માએ ચોગ્ગાથી શરૂઆત કરીને પોતાના ફોર્મનો પરચો આપ્યો હતો. પાકિસ્તાન વતી કુલ ૨૬ ચોગ્ગા લાગ્યા હતા પરંતુ તેમાંથી અનેક ચોગ્ગા એવા હતા જે માંડ માંડ લાગ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું !