અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તો અન્ય વિસ્તારોમાં હીટવેવની આગાહી
છેલ્લા બે દિવસથી અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ 3 દિવસ લોકોને સાવચેતી રાખવાનું સૂચન કર્યું છે. તેમજ રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાં હિટવેવ તેમજ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આગામી 6 દિવસ રાજ્યનાં જીલ્લાઓમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે.
રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફુંકાઈ રહ્યા છે. આકાશામાંથી અગનવર્ષા થતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ આગામી 3 દિવસ ગરમીમાંથી રાહત મળશે નહી. જો કે ગુજરાતમાં સામાન્ય રીતે મે મહિનમાં કાળઝાળ ગરમી પડે છે. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે જેના કારણે તાપમાનમાં વધ ઘટ થયા કરે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનના કારણે અકળામણનો અનુભવ થઈ રહ્યો છે.
હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ ઉત્તરનાં પવનો ફૂંકાઈ રહ્યા છે. તો બીજી તરફ આકાશમાંથી સૂર્ય દેવતા અગન ગોળા વરસાવી રહ્યા છે. હજુ આગામી 3 દિવસ ગરમીનો પારો યથાવત રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતમાં મે મહિનામાં કાળઝાળ ગરમીની પડતી હોય છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે અવાર નવાર હવામાનમાં પલ્ટો જો
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 6 જેટલા જિલ્લામાં હિટવેવની સ્થિતિ રહેશે અને 22 મે સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફુંકાશે. જેના કારણે અકળામણનો અનુભવ થશે. તેમજ અન્ય જિલ્લામાં વાતાવરણ સુકુ રહેશે. તેથી આ વિસ્તારોમાં ગરમ પવન ફુંકાશે.
રાજ્યનાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, વલસાડમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની સીઝન દરમ્યાન દરિયાકિનારાનાં વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહે છે. પરંતું હાલમાં દરિયાકાંઠાનાં વિસ્તારોનું તાપમાન 37 ડિગ્રી નોંધાવવા પામ્યું છે. જેથી દરિયા કિનારાનાં વિસ્તારોમાં ગરમી તેમજ બફારાનો લોકો અનુભવ કરી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ગતરોજ રાજ્યનાં ઘણા શહેરોમાં ગરમીનો પારો 40 ને પાર જોવા મળ્યો હતો. ત્યારે પંચમહાલમાં ગરમીનો પારો 46 ડિગ્રી નોંધાવવા પામ્યો હતો. જ્યારે જૂનાગઢમાં 44.1 ડિગ્રી, અમરેલીમાં 44.06 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો હતો. તેમજ રાજ્યમાં ગરમીનાં કારણે રસ્તા સુમસામ જોવા મળ્યા હતા.