લોકરક્ષક અને પીએસઆઇ ભરતીમાં ફરી અરજી કરવાની તક: હસમુખ પટેલ
લોકરક્ષક દળ અને પીએસઆઈ ભરતી મુદ્દે આઈપીએસ અધિકારી હસમુખ પટેલે જાહેરાત કરી છે કે, જે ઉમેદવારો એપ્રિલ મહિનામાં યોજાયેલી અરજી પ્રક્રિયા દરમિયાન અરજી કરવાથી વંચિત રહી ગયા હતા, તેમને હવે ફરીથી અરજી કરવાની તક આપવામાં આવશે.
હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, “૨૬ ઓગસ્ટથી ૯ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી, બાકી રહેલા તમામ ઉમેદવારો માટે અરજી પોર્ટલ ફરીથી ખોલવામાં આવશે. આ નિર્ણય એવા ઉમેદવારોને મદદ કરવા માટે લેવામાં આવ્યો છે જેઓ કોઈપણ કારણસર પ્રથમ તબક્કામાં અરજી કરી શક્યા નહોતા. નોંધનીય છે કે, ગુજરાત સરકારના ગૃહ વિભાગે પોલીસ દળમાં વિવિધ પદો માટે મોટાપાયે ભરતી અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી અભિયાન હેઠળ કુલ ૧૨,૪૭૨ જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઇ), લોકરક્ષક અને જેલ સિપાઈના પદોનો સમાવેશ થાય છે.
