Operation Sindoor : એરસ્ટ્રાઈક બાદ સરહદી વિસ્તાર હાઈએલર્ટ પર, ગુજરાતના 4 સહિત ભારતના 16 એરપોર્ટ બંધ
22 એપ્રિલ 2025ના પહલગામ હુમલામાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે મોદી સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને 90 આતંકીઓને ઠાર માર્યાની માહિતી મળી રહી છે. ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી કેમ્પો સામે ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ , સ્પાઇસજેટ અને અન્ય એરલાઇન્સે ભારતના ઉત્તરીય ભાગના અનેક એરપોર્ટ માટે ફ્લાઇટ એડવાઇઝરી જારી કરી છે. એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ જાહેરાત કરી હતી કે ફ્લાઇટ્સ પ્રભાવિત થશે, અને મુસાફરોને મુસાફરી કરતા પહેલા અપડેટ્સ તપાસવા વિનંતી કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અપડેટમાં, એરલાઇન્સે જણાવ્યું હતું કે ધર્મશાલા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસરના એરપોર્ટ આગામી સૂચના સુધી બંધ રહેશે.
રાજકોટ એરપોર્ટની તમામ નાગરિક સેવાઓ 3 દિવસ માટે બંધ
7, 8 અને 9 મે દરમિયાન રાજકોટ ખાતેથી ઉપડનારી તમામ સિવિલ ફ્લાઈટસ બંધ રહેશે. રાજકોટ ખાતેથી ઉપડનારી સાતમી મેની તમામ ફલાઈટસ રદ કરવામાં આવી છે. જ્યારે રાજ્કોટ એરપોર્ટ તમામ પ્રકારની મિલિટરી સેવાઓ માટે 24 કલાક ખુલ્લું રહેશે. ભારતે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં ફ્લાઇટ્સ રદ કરી છે. આમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રાજકોટ,કંડલા,કેશોદ અને ભુજનાં એરપોર્ટ પર આજે તા.7 થી તા.9 મેની મધ્યરાત્રી સુધી સિવિલ ફલાઇટ ઓપરેશન બંધ કરી દેવામાં આવી છે. પેસેન્જર ફલાઇટ ઉડાન નહિ ભરે ત્યારે એરલાઇન્સ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
ભુજ એરપોર્ટને પણ બંધ કરી દેવાયું
ગુજરાતમાં ઇન્ડો-પાક બોર્ડર નજીક આવેલા કચ્છ જિલ્લાના ભુજ એરપોર્ટને પણ બંધ કરી દેવાયું છે. ભુજથી મુંબઈ-અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરી દેવામાં આવી છે. કચ્છ એરપોર્ટને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં આવેલા ભુજ સહિત રાજકોટ અને જામનગર એરપોર્ટને પણ અચોક્કસ મુદ્દત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
સરહદી વિસ્તાર હાઈ એલર્ટ પર
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને પગલે ગુજરાત સહિત દેશના તમામ સરહદી વિસ્તારને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. યુદ્ધના સંજોગોમાં પાકિસ્તાન તરફથી પણ કાર્યવાહી થઈ શકે છે. જેના ભાગરૂપે ભુજ, રાજકોટ અને જામનગર, પોરબંદર એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉત્તર અને પશ્ચિમ ભારતીય એરપોર્ટ તાત્કાલિક અસરથી નાગરિક ઉડાન કામગીરી માટે બંધ કરવામાં આવ્યા છે.
- લેહ
2. થોઇસ
3.. શ્રીનગર
4.જમ્મુ
5. અમૃતસર
6.પઠાણકોટ
7.ચંદીગઢ
8.જોધપુર
9. જેસલમેર
10. જામનગર
11. ભટિંડા
12. ભુજ
13. ધર્મશાળા
14. શિમલા
15. રાજકોટ
16. પોરબંદર