‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
રાજકોટ એરપોર્ટ ઓથીરિટીએ 31 જુલાઈ સુધીમાં પાર્કિંગ સહિતનાં પ્રશ્નો ઉકેલવા વાયદો કર્યો હતો.જેમાં આખરે હવે વાહનોનાં પાર્કિંગના નામે ચાલતી ઉઘાડી લૂંટ બંધ થશે અને અંતે પાર્કિંગ માટેનાં રેટ ચાર્ટ લગાવવામાં આવતાં ટેક્સી ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.12 મિનિટ સુધી પિકઅપ અને ડ્રોપ ફ્રી રહેશે ત્યારબાદ નક્કી કરાયેલા દર મુજબ ચાર્જ વસુલ કરાશે.રાજકોટ એરપોર્ટ પર હવે ફિઝિકલી પાર્કિંગ ચાર્જ નહિ પણ અમદાવાદ એરપોર્ટની જેમ ડિજિટલ સ્કેનરથી ચાર્જ વસુલ કરાશે જેના લીધે દરરોજની બબાલનો અંત આવશે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ પાર્કિંગ મુદ્દે બબાલ થતાં હોવાના વીડિયો વાયરલ થવાની સાથે પેસેન્જરોમાંથી વ્યાપક ફરિયાદો ઉભી થઇ છે.પેસેન્જરોને મુકવા આવતાં સગાવહાલાં અને ટેક્સી ચાલકોને પરાણે પાર્કિંગ માટે “રૂ.80″નો ચાંદલો કરવો પડે છે. આ પ્રશ્ન દરરોજનો બની ગયો હોય તેમ કોન્ટ્રાક્ટરના સ્ટાફ અને કાર ચાલકો વચ્ચે “માથાકૂટ”નાં દ્રશ્યો જોવા મળતાં હતા,જેને લઈ આ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો લાગે જ નહીં તેવી છબી ખરડાઈ રહી છે તેવી ટકોર તાજેતરમાં એરપોર્ટ એડવાઇઝરી કમિટીની મળેલી મિટિંગમાં સાંસદ દ્વારા કરી આ પ્રશ્નને લઈ અધિકારીઓનો રીતસર ઉઘડો લેવાયો હતો.
આ પણ વાંચો : જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો

પાર્કિંગ સમયે કેટલો શુલ્ક વસૂલાય છે ? તેના કોઈ નિયમોનું બોર્ડ નથી મુકવામાં આવ્યું ન હતું,જેનાં કારણે માણસો મનફાવે એમ ઉઘરાણા થતી હોવાની ઢગલાબંધ ફરિયાદો આવતી હતી,ટેક્સીચાલકોનાં જણાવ્યાં મુજબ 10 મિનિટ ફ્રી છે, પ્રાઇવેટ કાર માટે 30 મિનિટના 30 રૂ અને ટેક્સીનાં 30 મિનિટના 40 રૂ વસુલતા ટેક્સી એસો.દ્વારા ભાવપત્રક અનેકવખત માંગવામાં આવ્યું હોવાં છતાં તેનો ઉલાળીયો કરે છે આથી અમુક એસો.નાં હોદ્દેદારોએ આ બાબતે ઉચ્ચ ઓથીરિટીમાં લેખિત ફરિયાદ કરી હતી.