Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

તો જ ખેલશે અને ખીલશે રાજકોટના રમતવીરો: મહાપાલિકાની રમત-ગમત માટેની કવાયત આવકારદાયક પણ સાચી દિશાની જરૂર

Mon, February 9 2026

કમિશનરે રાજકોટમાં રમત- ગમતનું કાબિલેદાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા ઉઠાવેલું બીડું ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે અહીંના ખેલાડી રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડશેકાર્યક્રમો પાછળ લાખો-કરોડો રૂપિયાનો ધૂમાડો થાય જ છે ત્યારે જો રાજકોટના રમતવીરો માટે તંત્ર થોડો- વધુ ખર્ચ કરશે તો લેખે લાગ્યા વગરનહીં રહે, ખેલાડીઓને સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ દત્તક પણ લઇ શકેએકલા એકેડેમી સંચાલકો કે કોચ સાથે બેઠક કર્યે રાજકોટના ખેલાડીઓ તૈયાર નહીં થાય


આગામી વર્ષોમાં અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ રમાવાની છે. આ ઉપરાંત નેશનલ ગેમ્સ પણ આયોજિત થવાની છે ત્યારે ખેલાડીઓના ઘડતર માટે અત્યંત મહત્ત્વની ગણાતી આ ટૂર્નામેન્ટસમાં રાજકોટના ખેલાડીઓ પણ દમદાર પ્રદર્શન કરી શકે તે માટે શહેરમાં જનભાગીદારીથી રમત-ગમત માટેની સુવિધા ઉભી કરવા માટેની જાહેરાત 2026-27ના બજેટમાં કરવામાં આવી હતી. આ પછી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રમત-ગમતના નિષ્ણાતો સાથે બેઠકનું આયોજન પણ કરાયું હતું જેમાં એક કલાક સુધી વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. ખેર, એ વાત અલગ છે કે આ બેઠકમાં મહત્તમ લોકો એકેડેમી સંચાલક જ હતા જેઓ મહિને ખેલાડીઓ પાસેથી ફી વસૂલી રમત-ગમતની સુવિધા તેમજ તાલીમ પૂરી પાડે છે. એકંદરે આ બેઠકની ફલશ્રુતિ શું નીકળી તે તો આવનારો સમય બતાવશે. આ કવાયત ખરેખર આવકારદાયક છે પરંતુ જો તેને સાચી દિશામાં લઈ જવામાં આવે તો રાજકોટના રમતવીરો ખેલશે પણ અને ખીલશે પણ…

રાજકોટમાં રમત-ગમતનું શાનદાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય તેમાં કોઈને શું વાંધો હોઈ શકે ? આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે રમત-ગમતના નિષ્ણાતો તેમજ ખેલાડીઓ પાસેથી સુચન લેવામાં આવે તે પણ બિરદાવવા લાયક કામગીરી છે પરંતુ આ બધું સાર્થક ત્યારે જ થઈ શકે જ્યારે રાજકોટના ખેલાડીઓ અમદાવાદ, સુરત, વડોદરાના ખેલાડીઓની જેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડે. અત્યારે પણ રાજકોટમાં એવા ખેલાડીઓ છે જેઓ અલગ-અલગ રમતમાં કાઠું કાઢી રહ્યા છે. જો આવા ખેલાડીઓને મહાપાલિકા દત્તક લઈને તેને રમત-ગમતમાં વધુ બળવત્તર બનાવે તો તે જરૂર રાજકોટનું નામ રોશન કરશે.

ગુજરાતમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન થાય છે અને તેમાં રાજકોટના અનેક ખેલાડીઓ ભાગ લઈ મેડલ પણ લઈ આવે છે પરંતુ અનેક ખેલાડીઓ એવા પણ હોય છે જેઓ પાસે મર્યાદિત સ્ત્રોત હોય છે મતલબ કે આર્થિક રીતે તેઓ નબળા હોવાથી રમત-ગમતમાં આગળ વધી શકતા નથી. આવા ખેલાડીઓની એક યાદી તૈયાર કરી જો મહાપાલિકા તેમને તૈયાર કરવાનો ખર્ચ ઉઠાવે તો કમિશનરનો આ પરમાર્થ સાર્થક થયો ગણાશે. આ ઉપરાંત મહાપાલિકા હસ્તકની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ રમત-ગમતમાં આગળ લાવવા માટે તંત્ર જહેમત ઉઠાવી શકે છે. આ માટે તેમણે કોઈ જ વધુ ખર્ચ કે અન્ય કસરત કરવાની જરૂર રહેશે નહીં. માત્રને માત્ર હાલ જેટલા રમત-ગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમાં જો આગવો કોચ રાખીને ખેલાડી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે તો પણ ઘણો ફાયદો થઈ શકે તેમ છે. મહાપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો પાછળ ઘણો બધો ખર્ચ કરે છે ત્યારે રાજકોટના રમતવીરો પાછળ જો થોડો-વધુ ખર્ચ કરે તો તે એળે નહીં જાય તેમ કહેવામાં પણ કોઈ અતિશ્યોક્તિ નથી આમ છતાં જો તંત્રને આર્થિક મુશ્કેલી નડતરરૂપ બને તો તેઓ વિવિધ ઉદ્યોગપતિઓનો સહકાર પણ લઈ શકે છે. બાકી, રમત-ગમતના નિષ્ણાતો તેમજ એકેડેમી સંચાલકો સાથે બેઠક કર્યે કશો ફાયદો થાય તેવું હાલ લાગી રહ્યું નથી કેમ કે તેમાં માત્રને માત્ર સ્વાર્થની જ વાતો થયા રાખશે.

Share Article

Other Articles

Previous

ગેટ વે ઓફ મેડિસિનની ‘નીટ’ની પરીક્ષા 3 મેએ લેવાશે: લાખો વિદ્યાર્થીઓ ડોકટર બનવાનું સ્વપન પૂરું કરવા નીટની પરીક્ષા આપશે

Next

રાજકોટમાં બારે’ય મહિનાની મસાલા અને અનાજ ભરવાની સિઝન થશે શરૂ: મરચામાં ભાવ વધારોનો ‘તડકો’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
કરારા જવાબ…વધુ એક ગેંગ સામે ગુજસીટોક: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 89 ગુના આચરનાર ઇભલા ગેંગના ગળામાં નાખ્યો મજબૂત ગાળિયો
13 મિનિટutes પહેલા
લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ: ISIના ઈશારે બનાવ્યું’તું મોડ્યુલ,તિહારમાં 11 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે આરોપી
23 મિનિટutes પહેલા
ઈરાન ઉપર જમીની હુમલાની તૈયારી? યુએસનો 20 વર્ષનો સૌથી મોટો સૈન્ય જમાવડો, 3500 મરીન જવાનો તૈનાત કરાયા
51 મિનિટutes પહેલા
જો યુએઈ યુદ્ધમાં પ્રવેશ કરશે તો દુબઈ નષ્ટ થઈ જશે, અમેરિકાના અર્થશાસ્ત્રી જેફરી સાકસની ચેતવણી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3029 Posts

Related Posts

ભુજ શહેરમાં લગ્નપ્રસંગે એસિડ એટેક : 12 લોકો ઘાયલ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
મનપામાંથી એક સાથે ૨૫થી વધુ રાજીનામાની તૈયારી !
રાજકોટ
2 વર્ષ પહેલા
ઉધ્ધવ ઠાકરેએ પવન જોઇને દિશા બદલી…વાંચો શું કહ્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જૂનું PAN કાર્ડ નકામું થઈ જશે !! QR કોડ સાથે મળશે નવું PAN કાર્ડ જેમાં આવી જશે આખી કુંડળી
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર