31 ડિસેમ્બરે ઓનલાઈન ફૂડ ડિલિવરી બંધ: Zomato, Swiggy, Blinkit સહિતની કંપનીના કર્મચારીઓ નહીં કરે ડિલિવરી, જાણો શું છે કારણ
ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી વચ્ચે સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ અને ઝેપ્ટો જેવા મુખ્ય પ્લેટફોર્મના ડિલિવરી ભાગીદારોએ 31 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ એલાનથી ઓનલાઈન ફૂડ અને કરિયાણાની ડિલિવરી સેવાઓ પર ગંભીર અસર કરી શકે છે.
તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન અને ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ના નેતૃત્વ હેઠળ આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ડિલિવરી કામદારોનો આરોપ છે કે કંપનીઓ તહેવારો અને વ્યસ્ત સમયમાં તેમની પાસેથી વધુ પડતું કામ કરાવે છે, પરંતુ તેમને યોગ્ય પગાર, સુરક્ષા અને બદલામાં સન્માનનો અભાવ છે. કામદારોએ મુખ્યત્વે ઘટતી કમાણી, અસુરક્ષિત ડિલિવરી લક્ષ્યો અને ગેરવાજબી ID બ્લોિંકગને તેમના વિરોધના આધાર તરીકે ગણાવ્યા છે.
ગિગ કામદારોએ કંપનીઓ સમક્ષ તેમની સ્થિતિ સુધારવા માટે અનેક માંગણીઓ મૂકી છે…’10-મિનિટ ડિલિવરી’ મોડેલ સામે વિરોધઃ કામદારોએ આ મોડેલને તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી છે, કારણ કે તે તેમના જીવનને જોખમમાં મૂકે છે.વધુમાં પગાર વધારો તથા આરોગ્ય વીમો, અકસ્માત કવરેજ અને પેન્શન જેવા લાભો સુનિશ્ચિત કરવાની માંગ પણ કરી છે.
