Olympics 2036 : અમદાવાદ ઑલિમ્પિકનું સત્તાવાર દાવેદાર બન્યું, ભારત પહેલીવાર ઓલિમ્પિક યોજવાની રેસમાં થયું સામેલ
આગામી 2036માં રમાનારી ઑલિમ્પિક માટે અમદાવાદે સત્તાવાર રીતે પોતાની દાવેદારી નોંધાવી છે. ભારતનું એક પ્રતિનિધિમંડળ જેમાં ઑલિમ્પિક ફેડરેશનના પ્રમુખ પી.ટી.ઉષા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના રમત-ગમત વિભાગના સચિવ અશ્વિનીકુમાર સહિતનાએ સ્વિત્ઝરલેન્ડના લૂઝાનમાં આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (IOC)ના અધિકારીઓ સાથે મુલાકાત કરી સત્તાવાર રીતે દાવેદારી નોંધાવી હતી.

ભારતના પ્રતિનિધિમંડળે ઔપચારિક રીતે ઑલિમ્પિકના યજમાન શડેર તરીકે અમદાવાદની દાવેદારી નોંધશવી હતી. પહેલીવાર એવું બન્યું છે જ્યારે ભારતે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ સમક્ષ સત્તાવાર રીતે યજમાન શહેર તરીકે પોતાના કોઈ શહેરનું નામ આપ્યું છે. 2032ની ઑલિમ્પિક ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં યોજાશે એટલા માટે ભારતની નજર હવે 2036ની ઓલિમ્પિક ગેમ્સ ઉપર ટકેલી છે.
આ પણ વાંચો : રાજકોટમાં દારૂ પકડે ક્રાઈમ બ્રાન્ચ અને દંડ ભરે સ્થાનિક પોલીસ! કૂવાડવા પોલીસ મથક ડી-સ્ટાફ બે, આજી ડેમ ડી-સ્ટાફ એક વખત થયો દંડિત
ભારતીય ઑલિમ્પિક ફેડરેશનના પ્રમુખ પી.ટી.ઉષાએ કહ્યું કે ભારતમાં ઑલિમ્પિક ગેમ્સનું હોવું એક ભવ્ય આયોજન તો થશે જ સાથે સાથે તેનું તમામ ભારતીયો ઉપર એવો પ્રભાવ પડશે જે આવનારી પેઢીઓ પણ યાદ રાખશે. તેમણે આ બેઠકમાં થયેલી ચર્ચા સાર્થક નિવડી હોવાનું પણ જણાવ્યું હતું.