રાજકોટ એરપોર્ટ પર N.R.I. પેસેન્જરની 5 કરોડની રિસ્ટ વોચ ખોવાઈ ગઈ! મુંબઈની ફલાઈટમાં જઈ રહેલા પેસેન્જરની ઘડિયાળ અચાનક થઈ ગાયબ
રાજકોટ એરપોર્ટ પર અવારનવાર પેસેન્જર દ્વારા વસ્તુઓ ભુલાઈ જાય છે ત્યારે એરપોર્ટ તંત્ર દ્વારા મૂળ માલિક સુધી તેમની વસ્તુઓ આપવામાં આવે છે આ દરમિયાન એવો કિસ્સો બહાર આવ્યો જેમાં NRI પેસેન્જર ની કરોડો રૂપિયાની કિંમતી વોચ ટર્મિનલમાં ગાયબ થઈ ગઈ હતી.
જેની જાણ થતા પેસેન્જરએ ઓથોરિટી ને જાણ કરી હતી. સીઆઈએસએફ ની ટીમ દ્વારા CCTV ચેક કરવામાં આવતા અન્ય પેસેન્જર પાસેથી આ રિસ્ટ વોચ મળી આવી હતી જે વિદેશી NRI પેસેન્જર ને પરત કરવામાં આવી હતી.
આ પણ વાંચો :જસદણના પારેવાડા ગામે પિતાએ 5 વર્ષના પુત્રનું ગળું દબાવી કરી હત્યા: બનાવને આપઘાતમાં ખપાવવા મૃતદેહને દોરી વડે લટકાવી દીધો
તારીખ 20 જાન્યુઆરીએ ટર્મિનલ પર આ ઘટના બની હતી જેમાં રાજકોટ થી મુંબઈ જતી ફ્લાઈટમાં લંડનનાં આ પેસેન્જર ની પાંચ કરોડની કિંમતની વોચ ગાયબ થઈ ગઈ હતી જેથી ઓથોરિટી, ઇન્ટેલિજન્સ યુનિટ અને CCTV ના સ્ટાફ દ્વારા આ ઘડિયાળની શોધખોળ કરીને પેસેન્જર સુધી પરત પહોંચાડી હતી.
