Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હવે રાજ્યના શ્રમિક પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર

Thu, August 13 2026

કર્મચારી રાજ્ય વીમા નિગમ-ગુજરાત (ESIC) સાથે રાજ્યની ૬ અગ્રણી આરોગ્ય સંસ્થાઓએ કર્યા MoU; ગંભીર બીમારી અને ઈમરજન્સીમાં શ્રમિકોને મળશે ગુણવત્તાસભર સારવાર

સ્વસ્થ શ્રમિક જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો આધારસ્તંભ: શ્રમ અને રોજગાર મંત્રી  કુંવરજી બાવળીયા

અત્યાર સુધીમાં વિવિધ ૩૨ આરોગ્ય સંસ્થાઓ સાથે MoU સંપન્ન, જ્યારે વધુ ૪૫ સાથે MoUની પ્રક્રિયા કાર્યરત

રાજ્યના શ્રમિક પરિવારોને વધુ સારી, ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ-ગુજરાતે (ESIC) એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને ‘ટર્સરી કેર’ અને ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૬ અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.

ગાંધીનગર ખાતે યોજાયેલા આ MoU એક્સચેન્જ બાદ શ્રમ અને રોજગાર મંત્રી  કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શ્રમિક જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો આધાર છે. જેથી, શ્રમિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી આ પહેલ લાખો શ્રમિક પરિવારો માટે મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે.

આ પહેલથી હવે રાજ્યમાં ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારને જરૂરિયાત મુજબ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ઉપલબ્ધ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ ઉપસ્થિત તબીબી સંચાલકો, તબીબો, પેથોલોજિસ્ટ્સ અને અધિકારીઓને શ્રમિકોના આરોગ્ય તથા કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે હોસ્પિટલ સંચાલકોને અપીલ કરી હતી કે સારવાર માટે આવતા દરેક શ્રમિક પ્રત્યે પરિવારના સભ્ય જેવી સંવેદનશીલતા અને કાળજી દાખવીને તેમને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે.

આ પણ વાંચો: નાગરિકોનો અવાજ રાજ્ય બહાના કાઢીને દબાવી ન શકે: મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો

ESIC અંતર્ગત ઉપલબ્ધ સરકારી ભંડોળનો ઉપયોગ માત્ર શ્રમિકોના હિત અને કલ્યાણ માટે યોગ્ય રીતે થાય અને યોજનાનો કોઈપણ સ્તરે દુરુપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા મંત્રીએ તાકીદ કરી હતી.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સંયુક્ત સચિવ  તેજસ સોનીએ જણાવ્યું હતું કે, રાજ્યના સંગઠિત, અસંગઠિત અને ખેતમજૂરો સહિત સવા કરોડથી વધુ શ્રમિકોના સામાજિક-આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર સતત કામગીરી કરી રહી છે. ગુજરાત હંમેશાં નવીન અને શ્રમિકલક્ષી પહેલ કરવામાં દેશ માટે મોડેલ સ્ટેટ રહ્યું છે. શ્રમિકોના સુદૃઢ સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલા આ MoU સમગ્ર રાજ્યમાં ESICના આરોગ્ય નેટવર્કને વધુ મજબૂત બનાવશે.

ESICના પ્રાદેશિક નિયામક હેમંતકુમાર પાંડેએ કહ્યું હતું કે, ESIC ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ટર્સરી તથા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓનું નેટવર્ક વધુ મજબૂત કરવાની દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરના આ ૬ MoU સહિત અગાઉ ૨૬ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં ૧૩ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ નેટવર્કમાં રાજ્યની અગ્રણી તબીબી સંસ્થાઓ જેવી કે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જીએમઇઆરએસ હોસ્પિટલ્સ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ), ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને એઇમ્સ રાજકોટ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, સમગ્ર ગુજરાતમાં વધુ ૪૫ હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoUની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, જેના પૂર્ણ થયા બાદ ESICના લાભાર્થીઓ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ટર્સરી કેર તથા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા વધુ સુદૃઢ બનશે.

ESIC-ગુજરાત દ્વારા ૬ આરોગ્ય સંસ્થાઓ સાથે કરવામાં આવેલ MoU:

1. મદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર, વલસાડ

2. મદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સી. યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર

3.  ગિરિરાજ હોસ્પિટલ ( ગિરિરાજ લાઈફકેર પ્રાઈવેટ લિમિટેડનું એક એકમ), રાજકોટ

4. ગોકુલ લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ

5. એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ લિમિટેડ

6. ડૉ. ભટ્ટ પેથોલોજી લેબોરેટરી, રાજકોટ

આ પ્રસંગે ESICના સ્ટેટ મેડિકલ ઓફિસર ડૉ. વિજય ધાણક સહિત ESICના અધિકારીઓ, એમ્પેનલ થયેલી આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, તબીબો, પેથોલોજિસ્ટ્સ અને સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

AccessToCareAffordableHealthcareCommunityHealthFamilyHealthFamilyWellbeingHealthCareAccessHealthcareForAllHealthCoverageHealthEquityMedicalSupportStateHealthcareSuperSpecialtyHospitalsUnlimitedTreatmentWellnessForFamiliesWorkingFamilies

Share Article

Other Articles

Previous

106 ટેસ્ટમાં 434 વિકેટ સાથે કપિલ દેવની બરાબરી, બન્યો સૌથી સફળ ડાબોડી બોલર

Next

નાગરિકોનો અવાજ રાજ્ય બહાના કાઢીને દબાવી ન શકે: મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
વી. કે. મૂર્તિના લેન્સમાંથી સર્જાયેલ ‘પ્યાસા’ નો અદ્રશ્ય જાદુ!
2 મિનિટutes પહેલા
ગ્રુપના તમામ પાઈલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રિનિંગ કરવાનો આદેશ, કડક સુરક્ષા પગલાં શરુ
12 મિનિટutes પહેલા
ઝારખંડમાં Gen-Alphaનું આંદોલન હિંસક બન્યું, કાંડી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો
25 મિનિટutes પહેલા
106 ટેસ્ટમાં 434 વિકેટ સાથે કપિલ દેવની બરાબરી, બન્યો સૌથી સફળ ડાબોડી બોલર
45 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3437 Posts

Related Posts

વિશ્વ ચેમ્પિયન બની ભારતની દીકરીઓનું રાષ્ટ્રપતિ મુર્મુએ કર્યું સન્માન
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
વડાપ્રધાન મોદીએ કહ્યું, GSTમાં રાહતો લોકોને તહેવારો પહેલા ખુશીનું બોનસ છે, આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
કેનેડા વિવાદ વચ્ચે અફઘાનિસ્તાને ભારતમાં દૂતાવાસ બંધ કર્યુ
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
હારી બાજી કો જિતના હમે આતા હૈ…સૌથી રોમાંચક મેચમાં દિલ્હીનો લખનૌ સામે 1 વિકેટે વિજય, આશુતોષ શર્મા ચમક્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર