હવે IT ક્ષેત્ર ટ્રમ્પના નિશાન પર : રેમીટન્સ ટેક્સનો પણ તોળાતો ખતરો, તમામ આઉટસોર્સીસ પર ટેરિફની વિચારણા
અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન ભારતના માલસામાનના નિકાસ પર ઉચ્ચ ટેરિફ લાદ્યા બાદ હવે ભારતના IT સેવાઓ અને ટેક કામદારો પર ટેક્સ લાદવાની યોજના બનાવી રહી છે. આ સાથે જ ભારતના ટેક ઉદ્યોગ માટે આધાર સ્તંભ સમાન H-1B વિઝા કાર્યક્રમ પર કડક નિયંત્રણોની ચર્ચા ચાલી રહી છે. કન્ઝર્વેટિવ ટિપ્પણીકાર જેક પોસોબિકના X પોસ્ટમાં તમામ આઉટસોર્સિંગ પર ટેરિફ લાદવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે વિદેશી દેશોએ અમેરિકાને રિમોટ સેવાઓ પૂરી પાડવા માટે ચૂકવણી કરવી જોઈએ. આ પોસ્ટને ટ્રમ્પ વહીવટદારીના વરિષ્ઠ સલાહકાર પીટર નવારો દ્વારા રિપોસ્ટ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :કમાતી પત્ની પાસેથી ઘર ખર્ચ માંગવો એ ક્રુરતા નથી : કોલકત્તા હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
આ પગલાં ભારતની અર્થવ્યવસ્થાના મહત્વના આધાર સમાન IT ઉદ્યોગને નોંધપાત્ર અસર કરી શકે છે. ભારતનું આઇટી અને સેવા ક્ષેત્ર દેશની અર્થવ્યવસ્થાનો મહત્વનો ભાગ છે. દર વર્ષે લાખો ઇજનેરી અને કમ્પ્યુટર સાયન્સના સ્નાતકો આ ક્ષેત્રમાં જોડાય છે, જે આઇટી અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) કંપનીઓ માટે પ્રતિભાઓનો સતત પુરવઠો પૂરો પાડે છે. ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, કોગ્નિઝન્ટ અને એચસીએલ જેવી કંપનીઓ *H-1B વિઝાના મુખ્ય પ્રાયોજકો છે, જે ભારતીય પ્રોફેશનલ્સને અમેરિકામાં નોકરી કરવાની તક આપે છે. જો આઇટી સેવાઓ પર ટેરિફ લાદવામાં આવે તો, અમેરિકન કંપનીઓ માટે આઇટી અને બેક-ઓફિસ સેવાઓનો ખર્ચ વધશે, જેના કારણે કંપનીઓ કોન્ટ્રાક્ટ્સની સમીક્ષા કરી શકે છે, ભાવ વધારી શકે છે અથવા કામને અમેરિકામાં પાછું લાવી શકે છે. આની અસર ભારતીય આઇટી કંપનીઓના નફા પર પડશે, જે અમેરિકન બજાર પર નિર્ભર છે.
આ પણ વાંચો :1.72 લાખનો ગાંજો 5.76 લાખમાં વેંચે તે પહેલાં જ રાજકોટ SOGએ ચાર શખ્સોને પકડી પાડયા
રેમીટન્સ ટેક્સથી મોટું નુકસાન
અમેરિકામાં વસતા અને કામ કરતા ભારતીય નાગરિકો દ્વારા ભારતમાં મોકલવામાં આવતી રકમ પર રેમીટન્સ ટેક્સ નાખવાના નિર્દેશે ચિંતા ની લાગણી ઉભી કરી છે. ભારત વિશ્વનો સૌથી મોટું રેમિટન્સ પ્રાપ્ત કરનાર દેશ છે, જેમાં અમેરિકા 27.7% હિસ્સો ધરાવે છે. અમેરિકામાં વસતા ભારતીય દ્વારા વર્ષ 2023 24 માં 32 બિલિયન ડોલર ભારતમાં મોકલવામાં આવ્યા હતા.
રેમિટન્સ પર નવો ટેક્સ ભારતની વિદેશી ચલણની આવકને અસર કરી શકે છે.
