હવે વિદ્યાર્થીઓની માર્કશીટ DigiLockerમાં અપલોડ થશે : વિદ્યાર્થીઓ એક ક્લિકમાં માર્કશીટ-પ્રમાણપત્રોનું ઍક્સેસ મળશે
જો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ અથવા પ્રમાણપત્રો ખોવાઈ જાય છે, તો તેમને હવે ડુપ્લિકેટ નકલ મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડવાની જરૂર નહીં પડે. મહત્વપૂર્ણ રેકોર્ડને સુરક્ષિત રાખવા માટે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) DigiLocker પર બધા વિદ્યાર્થી દસ્તાવેજો અપલોડ કરવા માટે તૈયારી કરી લીધી છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ માટે મંજુરી આઈ દેતા હવે તમામ વિદ્યાર્થી ડેટા સુરક્ષિત, ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ પર અપલોડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર 7 સહિત રાજ્યનાં 30 શિક્ષકોને ‘બેસ્ટ ટીચર’નો એવોર્ડ મળશે : પ્રાથમિકના 15 અને માધ્યમિકના 15 શિક્ષકોની પસંદગી
બોર્ડના અધ્યક્ષ એમ.એ. પંડ્યાએ જણાવ્યું હતું કે અધિકારીઓ પ્રક્રિયાને સમજવા અને કાર્ય પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના સંપર્કમાં છે. “આ વિચાર એ સુનિશ્ચિત કરવાનો છે કે મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રીતે સંગ્રહિત થાય અને વિદ્યાર્થીઓ માટે સરળતાથી સુલભ બને. બોર્ડ સંબંધિત દસ્તાવેજોને ઍક્સેસ કરવા માટે વિદ્યાર્થીઓએ ફક્ત પાસવર્ડ સાથે તેમના નામ અથવા નંબરનો ઉપયોગ કરવો પડશે.
દર વરસે આશરે 15 લાખ વિદ્યાર્થીઓ બોર્ડ દ્વારા યોજાતી પરીક્ષાઓમાં બેસે છે અને આ વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ DigiLockerમાંથી જ મળી જશે. આ કામગીરી તબક્કાવાર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 109 શૈક્ષણિક સંસ્થાઓ – મુખ્યત્વે યુનિવર્સિટીઓ અને કોલેજો – પહેલાથી જ યુજીસી દ્વારા ફરજિયાત વિદ્યાર્થીઓના દસ્તાવેજોને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે DigiLockerપ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
