Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

હવે રાજકોટના લાખાજીરાજ રોડ ‘નો હોકર્સ ઝોન’બનશે! ટૂંક સમયમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવા નિર્ણય

Wed, December 24 2025

રાજકોટના લાખાજીરાજ રોડ પર છેલ્લા ઘણાયે વર્ષોથી ફેરિયાઓ દુકાન બહાર પથારા કરી બેસી જતાં હોવાના કારણે વેપારીઓ જ નહીં બલ્કે રાહદારીઓને પણ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય આ સમસ્યા સામે વારંવાર રજૂઆતો, ફરિયાદો, બંધ પાળવા સહિતની `કસરત’ કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા મંગળવારે ફરી એક હજારથી વધુ વેપારીઓએ સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી સજ્જડ બંધ પાળી મ્યુનિસિપલ કમિશનર તેમજ મહાપાલિકાના પદાધિકારીઓને ભારપૂર્વક રજૂઆત કરતા આખરે લાખાજીરાજ રોડને `નો હોકર્સ ઝોન’ મતલબ કે કોઈ ફેરિયા અહીં પાથરણા પાથરીને બેસી શકશે નહીં તેવો ઠરાવ કરવા માટેની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે વેપારી એસોસિએશનના હોદ્દેદાર હિતેશ અનડકટે જણાવ્યું કે મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા વેપારીઓને એવી ખાતરી આપવામાં આવી છે કે લાખાજીરાજ રોડને નો હોકર્સ ઝોન જાહેર કરવા માટે એક ઠરાવ કરવો પડે તેમ છે. અન્ય મહાપાલિકામાં અમલી બનાવાયેલી પોલિસીનો અભ્યાસ કરીને આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને લાખાજીરાજ રોડને નો હોકર્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે.

આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને કરેલી રજૂઆતમાં જણાવાયું કે આગામી ત્રણ મહિના સુધી લાખાજીરાજ રોડ ઉપર ચુસ્ત બંદોબસ્ત મુકવામાં  આવશે. મહાપાલિકાની વિજિલન્સ તેમજ દબાણ હટાવ શાખા અહીં રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે. આ માટે પોલીસ તંત્રનો પણ સહયોગ લેવામાં આવનાર હોવાનું કમિશનરે જણાવ્યું હતું.

એકંદરે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નો હોકર્સ ઝોન અંગેનો ઠરાવ પસાર કરાયા બાદ જનરલ બોર્ડમાં તેને મંજૂરી આપવામાં આવશે. આ પછી પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. ત્યારબાદ જો કોઈ ફેરિયા રસ્તા ઉપર પથારો કરીને બેસે છે તો પછી વેપારીની ફરિયાદના આધારે તેના સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાં EDના દરોડા: જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ, EDએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા

મંગળવારે વેપારીઓ સાથે રજૂઆત કરતી સમયે ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ડૉ.દર્શિતાબેન શાહ ઉપરાંત વોર્ડ નં.7ના કોર્પોરેટર ડૉ.નેહલ શુક્લ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને પદાધિકારીઓ દ્વારા પણ મ્યુ.કમિશનરને લાખાજીરાજ રોડ અંગેની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.

રજૂઆત બાદ દબાણ હટાવ શાખાની ડ્રાઈવ શરૂ

લાખાજીરાજ રોડના 1000થી વધુ વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યા બાદ રજૂઆત કરી હતી જેના પડઘા રૂપે બપોરથી જ દબાણ હટાવ શાખા દ્વારા ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી હતી અને પાથરણા પાથરીને બેસતા ફેરિયાઓનો સામાન જપ્ત કરી લેવાતા દોડધામ શરૂ થઈ ગઈ હતી. બીજી બાજુ હવે ઉપરોક્ત વિસ્તારમાં વેપારીઓના હશે કે ફેરિયાઓના હશે કોઈ પણના દબાણ હશે એટલે તેને જપ્ત કરી લેવામાં આવશે તેવું અધિકારી સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પણ વાંચો :સ્વિગી ઇન્સ્ટામાર્ટ પરના ઓર્ડરમાં રાજકોટનો દબદબો! વર્ષ 2025માં ઓનલાઇન ઓર્ડરમાં રાજકોટમાં 10 ગણો વધારો

ફેરિયાઓને અન્ય સ્થળે હોકર્સ ઝોનમાં સમાવવા તજવીજઃ જયમીન ઠાકર

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે લાખાજીરાજ રોડ પર બેસતા ફેરિયાઓને રોજગારી મળી રહે અને તેમની આવક બંધ ન થઈ જાય તે માટે સ્ટ્રીટ પોલિસીનો અભ્યાસ કરી તેના આધારે ફેરિયાઓને અન્ય સ્થળે હોકર્સમાં ખસેડવા અથવા નવો હોકર્સ ઝોન જાહેર કરવા તજવીજ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

બેંગકોક ફલાઇટમાંથી સુરત એરપોર્ટ પર ઉતરેલા પેસેન્જરની બેગમાંથી 6.18 કરોડનો હાઇબ્રીડ ગાંજો પકડાયો,3 શખ્સની ધરપકડ

Next

સુરેન્દ્રનગરમાં EDના દરોડા: જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ, EDએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
3 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
3 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
3 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

રાજકોટમાં મોરબી રોડ લાતી પ્લોટ શેરી નંબર.૪માં દીવાલ પડતા ત્રણ લોકો દબાયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પુષ્કરધામ મેઇન રોડ પર અમુલ પાર્લરમાં વીજળી પડતા આગ ભભૂકી : 30 લાખનું નુકશાન
રાજકોટ
1 વર્ષ પહેલા
ગુજરાતમાં કયો પ્લાન્ટ સ્થપાશે ? જુઓ
ગુજરાત
2 વર્ષ પહેલા
તારીખ પે તારીખ: એઈમ્સમાં દર્દીઓ ૩૦ ડિસેમ્બરથી દાખલ થઈ શકશે
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર