હવે ડેમ, નદી, તળાવ કાંઠે સેલ્ફી લેશો કે રીલ બનાવશો તો દંડાશો : રાજકોટ જિલ્લામાં સેલ્ફી-રીલની મનાઈ ફરમાવતા અધિક જિલ્લા કલેકટર
ચોમાસાના સમયગાળામાં નદી-નાળામાં ન્હાવા પડવાથી તેમજ ડેમ, નદીના કાંઠે જોખમી રીતે બેસી સેલ્ફી, રીલ બનાવવાના ચક્કરમાં મૃત્યુ નિપજવાની સંભાવના જોતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લામાં આવેલ અલગ -અલગ 95 નદીઓ, ડેમ તળાવ સહિતના સ્થળોએ સેલ્ફી લેવી, રીલ બનાવવી તેમજ ન્હાવા જવાની મનાઈ ફરમાવી છે.
આ પણ વાંચો : ગોંડલના બે શખ્સોએ સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપી લાખો કમાઇ લીધા : 16.50 લાખની છેતરપિંડીના કેસમાં ધરપકડ
જિલ્લામાં ભૂતકાળમાં બનેલા બનાવો ઉપરાંત ગાંધીનગર ગૃહવિભાગના આદેશ મુજબ જિલ્લામાં આવેલ જુદા-જુદા જળાશયો, નદીઓ, તળાવ વગેરેની યાદી બનાવી આવા સ્થળોએ જન સામાન્ય લોકો પ્રવેશ ન કરે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટ એ.કે. ગૌતમ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ રાજકોટ જિલ્લાના આવા ૯૫ જળાશયો, નદીઓ અને તળાવમાં લોકોને સેલ્ફી લેવી, જોખમી રીતે ડેમ નદીની પાળી ઉપર બેસવી રીલ બનાવવા માટે વિડીયો શૂટિંગ કરવું તેમજ નાહવા જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
આ પણ વાંચો : જવેલર્સ અને આંગડીયા પેઢીના વાહનોમાં CCTV ફરજિયાત : રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામ પ્રસિદ્ધ
વધુમાં રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લાના તમામ તાલુકામાં આવા સ્થળો ઓળખી કાઢવામાં આવ્યા છે જેમાં પડધરીમાં ડોંડી નદી, ન્યારી-2 ડેમ સહિતના આઠ સ્થળો, લોધીકામાં 7, જેતપુરમાં 10, ગોંડલમાં 15, કોટડા સાંગાણીમાં 6, ધોરાજીમાં 5, ઉપલેટામાં 17, જામકંડોરણામાં 6, જસદણમાં 10 તેમજ વિછિયા તાલુકામાં 11 નદી-જળશયો ઉપર સેલ્ફી, વિડીયો શૂટિંગની મનાઈ ફરમાવી જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કારયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કરાયું છે.
