Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની 29 પે એન્ડ પાર્ક સાઈટનું કોઇ ‘લેવાલ’ નહીં! જાણો કયા નિયમનું પાલન કરવું ફરજિયાત અને શું છે પે & પાર્કિંગનો દર

Fri, December 26 2025

આડેધડ વાહન પાર્ક થઈ જવાને કારણે ટ્રાફિકજામ, અકસ્માત સહિતની સમસ્યા વકરી રહી હોય રાજકોટ સહિત ગુજરાત આખામાં સરકાર દ્વારા પાર્કિંગ પોલિસી અંતર્ગત પે એન્ડ પાર્ક સાઈટ ઉભી કરવા હુકમ કરાતા જ મહાપાલિકા દ્વારા રાજકોટમાં 64 જેટલા સ્થળે સાઈટ તૈયાર કરવામાં આવી હતી. આ પૈકી 29 સાઈટનું વારંવાર પ્રયત્ન કરવા છતાં કોઈ જ `લેવાલ’ ન થઈ રહ્યું હોવાથી હવે ચોથીવાર ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાઈટસમાં સર્વેશ્વર ચોક, જ્યુબિલી માર્કેટ સહિતની સાઈટ સમાવિષ્ટ હોવાનું જાણવા મળ્યું છે.

થોડા સમય પહેલાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમુક સાઈટ ભાડે આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જો કે 29 સાઈટ એવી છે જે ભાડે આપવા માટે ત્રણ-ત્રણ પ્રયાસ કરવા છતાં કોઈએ રસ ન દાખવતા ચોથી વખત ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરો દ્વારા તમામ સાઈટના ભાવ વધુ અને કમાણી ઓછી હોવાને કારણે ટેન્ડર ભરવાનું જોખમ ઉઠાવવામાં આવી રહ્યું નથી. આ ઉપરાંત સરકાર દ્વારા પે એન્ડ પાર્ક સાઈટમાં વાહન પાર્ક કરવાના ભાડામાં વધારો કરાયો હોવાને કારણે ભાડું બચાવવા માટે લોકો જગ્યા મળે ત્યાં પાર્કિંગ કરતા હોવાથી ધંધાર્થીઓને નુકસાન વેઠવું પડે છે.

સર્વેશ્વર ચોક સાઈટની વાત કરવામાં આવે તો આ સાઈટ એક વર્ષ માટે ભાડે આપવાની અપસેટ પ્રાઈસ 4.95 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત લાખાજીરાજ રોડ કે જે ટ્રાફિકથી ભરચક્ક વિસ્તાર ગણાય છે ત્યાંની સાઈટની એક વર્ષની અપસેટ પ્રાઈસ એક લાખ નક્કી કરવામાં આવી છે. હોસ્પિટલ ચોક પાસેની બે સાઈટની અપસેટ પ્રાઈસ 90-90 હજાર રૂપિયા છે. એકંદરે ત્રણેય ઝોનની મળી કુલ 29 સાઈટ માટે ચોથી વખત ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે જેની અંતિમ મુદત 19 જાન્યુઆરી સુધીની છે.

આ પણ વાંચો :અહો આશ્ચર્યમ! એક એકરના 900 કરોડ રૂપિયા…મુંબઈમાં થયો દેશનો સૌથી મોટો જમીનનો સોદો, ઓકશનમાં અધધધ..નાણાં ઉપજયા

આટલા નિયમનું પાલન કરવું ફરજિયાત

  • પાર્કિંગના નક્કી કરાયેલા ચાર્જ કરતા વધુ રકમ લેવાય તો 1000થી 10,000ની પેનલ્ટી
  • પાર્કિંગ વ્યવસ્થા માટે રાખેલા માણસ પાસે આઈડી કાર્ડ હોવું જરૂરી નહીંતર 500ની પેનલ્ટી
  • લોકો સાથે ગેરવર્તણુક કરે તો 1,000થી 5,000 સુધીની પેનલ્ટી
  • ચેકિંગ દરમિયાન કોન્ટ્રાક્ટર-સ્ટાફ ગેરહાજર હોય તો 2,000ની પેનલ્ટી
  • સાઈટનો અન્ય ઉપયોગ થઈ રહ્યાની ફરિયાદ મળે તો 1,000થી 10,000 પેનલ્ટી
  • સાઈટનો અમુક હિસ્સો અન્ય કોઈ વ્યક્તિ કે એજન્સીને ફાળવાય તો 1,000થી 10,000 પેનલ્ટી
  • પેટા કોન્ટ્રાક્ટ અપાય તો 5,000થી 20,000 સુધીની પેનલ્ટી
  • ઈટીવીએમ મશીન બંધ હોય તો 48 કલાકમાં રિપેરિંગ જરૂરી નહીંતર દરરોજ રૂા.100ની પેનલ્ટી
  • દિવસ દરમિયાન ઓછામાં ઓછું 12 કલાક સાઈટ કાર્યરત રાખી શકાશે નહીંતર 200થી 2,000ની પેનલ્ટી
  • ભાવપત્રકનું બોર્ડ રાખવું ફરજિયાત નહીંતર દરરોજ 1,000ની પેનલ્ટી
  • સાઈટ પર ગંદકી કે કચરો જોવા મળે તો સાફ ન થાય ત્યાં સુધી દરરોજ 500ની પેનલ્ટી


Share Article

Other Articles

Previous

રાજકોટના પૂર્વ કલેક્ટર પ્રભવ જોશી સામે ગુજરાત હાઈકોર્ટે કરી લાલ આંખ: ક્નટેમ્પ્ટ પીટીશનમાં હાજર રહેવા નોટિસ, જાણો શું છે મામલો

Next

અહો આશ્ચર્યમ! એક એકરના 900 કરોડ રૂપિયા…મુંબઈમાં થયો દેશનો સૌથી મોટો જમીનનો સોદો, ઓકશનમાં અધધધ..નાણાં ઉપજયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
25 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
1 કલાક પહેલા
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
2 કલાક પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

આજથી CBSEની 10મી અને 12મીની પરીક્ષા
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં મોબાઈલ સેવા “આઉટ ઓફ કવરેજ”…!!!
રાજકોટ
11 મહિના પહેલા
ઈઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ઘમાં ફસાયા 18,000 ભારતીયો, જાણો કઈ સ્થિતિમાં છે લોકો..
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Uniform Civil Code / ગુજરાતમાં UCC લાગુ થયા બાદ શું-શું બદલાશે ?? UCCનાં સભ્ય ગીતાબેન શ્રોફે વોઈસ ઓફ ડે સાથે કરી ખાસ વાતચીત
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર