શાકભાજી શોધવા જવું નહીં પડે : રાજકોટના રેલનગરમાં જયુબિલી કરતાં પણ સારી શાકમાર્કેટ બનશે
રાજકોટની વસતી અને વિસ્તાર બન્નેમાં વધારેો થઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લો સમયથી રેલનગર વિસ્તારમાં રેસિડેન્શીયલ પ્રોજેક્ટ નિર્માણ પામી ગયા છે તો મોટી સંખ્યામાં પામી રહ્યા છે ત્યારે અહીં રહેતાં લોકોએ શાકભાજી લેવા માટે કાં તો વિસ્તારમાં ઠેકઠેકાણે ગોઠવાયેલી રેંકડીમાંથી ખરીદવા જવું પડે છે અથવા તો જ્યુબિલી સહિતની માર્કેટ સુધી લાંબુ થવું પડતું હોય હવે રેલનગરના સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર જ્યુબિલી કરતાં પણ સારી શાકમાર્કેટ અને ફૂડ ઝોન બનાવવામાં આવશે. આ અંગેની જાહેરાત બજેટમાં જ કરી કરી દેવામાં આવી હતી જેનો ફટાફટ અમલ શરૂ કરાવી ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની કમિટી દ્વારા ત્રણેય ઝોનમાં એક-એક શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ સેન્ટ્રલ ઝોનમાં રેલનગર વિસ્તારમાં માર્કેટ બનાવવાનું નક્કી કરાયું હતું. આ જાહેરાતનો અમલ કરાવી ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.
આ શાક માર્કેટ અને ફૂડ ઝોન પાછળ 4.45 કરોડનો ખર્ચ થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. જો કે ટેન્ડર મંજૂર થાય ત્યારે ખર્ચમાં વધારો-ઘટાડો થઈ શકે છે. બીજી બાજુ ટેન્ડર મંજૂર કરાયા બાદ એક વર્ષની અંદર હું એને અને શાક નું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.3એ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો વોર્ડ છે એટલા માટે મહાપાલિકા દ્વારા અહીં એક બાદ એક સુવિધાનો વધારો કરવામાં આવી રહ્યો છે સાથે સાથે વધી રહેલી વસતીને ધ્યાનમાં રાખી તેમને પૂરતી સગવડ મળી રહે તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.