રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક : મહિલા વકીલ સામે આ મામલે નોંધાયો ગુનો
રીબડાના વતની અમિત ખૂંટે દુષ્કર્મનો ગુનો નોંધાતા કરેલા આપઘાતના બનાવમાં વધુ એક વકીલ ફસાયા છે. દુષ્કર્મની ફરિયાદી સગીરાની નામ, ઓળખ છતી કરવાના આરોપસર સુગીરાના પિતાએ ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકોને જાતિય સતામણી સામે રક્ષણ આપતા અધિનિયમન-2012 (પોક્સો) તથા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015 હેઠળ મહિલા વકીલ ભૂમિ પટેલ સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી આરંભી છે.

ફરિયાદની વિગતો મુજબ સગીરાએ રાજકોટમાં ગત તા.3-5ના રોજ એ-ડિવિઝન પોલીસ મથકમાં રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મ ગુજારવાના આરોપસર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે તા.પના રોજ અમિત ખૂંટે રીબડા વાડીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે આપઘાત કેસમાં ફરિયાદી સગીરા, તેની સખી ઉપરાંત અમિત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરાની ઓળખ જાહેર કરવાના આરોપસર વકીલ ભૂમિ પટેલ સામે પોલીસ ફરિયાદ રીબડાના પિતા-પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિતના સામે ગુનો નોંધાયો હતો જેમાં ગોંડલ પોલીસે તપાસ દરમિયાન ગોંડલના એડવોકેટ દિનેશ પાતર તથા રાજકોટના સંજય પંડિત સહિતનાની ધરપકડ કરી હતી. સગીરા સામે પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હાલ વડોદરા ખાતે બાળ સુધારણા ગૃહમાં મોકલી આપી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં એક રાતમાં 3 મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ પકડાઇ : 33 ગુના ધરાવતા 3 સહિત 4 લોકોને પોલીસે દબોચ્યા
સગીરાએ પણ જે તે સમયે ગોંડલ કોર્ટમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, મહિલા વકીલ ગણેશ જાડેજા, રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા, ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલા, છ પીઆઈ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ સંદર્ભે એ વેળાએ સગીરાની એડવોકેટ ભૂમિ પટેલ ઓળખ ખુલી કરી હતી. મીડિયા સમક્ષ સગીરાનું નામ પણ ઉચ્ચાર્યું હતું. જે બાબતે સગીરાના પિતાએ પોતાની સગીરવયની પુત્રીની ઓળખ છતી કરવા સહ ફરિયાદ આપતા ગોંડલ પોલીસે કાયદાકિય તજવીજ હાથ ધરી છે.