પાછીપાની? રાજ્યની 8 નવી મહાપાલિકામાં નોન ટીપી કપાતનો નવો હુકમ 17 દિવસમાં જ રદ્,જુનો હુકમ જ અમલી રહેશે
રાજ્યના શહેરી વિકાસ દ્વારા રાજ્યની આઠ નવી મહાપાલિકામાં નોન ટીપી વિસ્તારમાં 40 ટકાના બદલે 20 કે 30 ટકા જમીન કપાતના નવા હુકમને હજી અમલી બન્યો કે તુરંત જ 17 દિવસમાં રદ્ કરવો પડ્યો છે. બિલ્ડરો, જમીન માલિકો કે કોઇ લાભકર્તાઓ દ્વારા લાભાલાભ થઇ પડે અને કદાચ આ નવા નિયમને લઇને અન્ય મહાપાલિકા વિસ્તારના કોઇ આસામીઓ કોર્ટના દ્વાર ખખડાવે તો રાજ્યભરમાં બદલાવ લાવવો પડે તેવા કોઇપણ કારણોસર ત્વરીત પણે આ નવો હુકમ શહેરી વિકાસ વિભાગ દ્વારા જ રદ્ કરાયો છે. 17 દિવસ દરમિયાન તો નવા નિયમ મુજબ કોઇ બીન ખેતી થયા હોય તો રદ્ કરવા પણ ઉલ્લેખ થયાનું જાણવા મળે છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નવી આઠ મહાપાલિકાઓ સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દગનગર, પોરબંદર ઉપરાંત અન્યોમાં નવસારી, મહેસાણા, આણંદ, નડીયાદ, વાપી મહાપાલિકાઓમાં શહેરી વિકાસ સત્તા મંડળના નોન ટીપી વિસ્તારોમાં ડેવલપમેન્ટ માટે જમીન કપાતના 40 ટકાના ધોરણ છે તે ઘટાડીને 20 થી 30 ટકાના સ્લેબમાં મતલબ કે ઉપરોક્ત આઠ મહાપાલિકા વિસ્તારોમાં જમીન બીન ખેતી કરાવવામાં 20 થી 30 ટકા જમીન કપાત થશે, સરકાર હસ્તગત રહેશે. 70 થી 80 ટકા જમીન મુળ માલિકના હિસ્સે રહેશે.
આ પણ વાંચો :240 કરોડના બીટ કોઇન કાંડમાં અમરેલીના પૂર્વ ધારાસભ્યના ભત્રીજા સહિત બે લોકો 5 દિવસના રિમાન્ડ પર
નવા હુકમની સાથે જ આ આઠ મહા પાલિકાઓમાં બિલ્ડરો, જમીન માલિકોને લાભ મળ્યો અને ટીપીમાં જમીન કપાતમાં રાહત મળતા જ ફટાફટ જમીન નોન એગ્રીકલ્ચર (બીન ખેતી) કરાવવા માટેની ફાઇલોના સ્થાનિક વિભાગોમાં અચાનક ઢગલા થવા લાગ્યાના સમાચારો ગાંધીનગર સુધી પહોંચતા ત્વરીત પણે નવો હુકમ રદ્ કરાયો હોવાની પણ વર્તુળોમાં વાત ઉઠી છે.