ધો.11 અને 12નાં વિદ્યાર્થીઓ માટે NCERT દ્વારા SWAYAM પોર્ટલ શરૂ: બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરાવશે
ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક ઓનલાઈન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, એનસીઈઆરટી દ્વારા આ કોર્સ માટે સ્વયમ પોર્ટલ શરૂ કરવામાં કરવામાં આવ્યું છે. ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા ની તૈયારી વ્યવસ્થિત કરી શકે તે માટે ફ્રી ઓનલાઇન કોર્સ શરૂ કરાયો છે.
રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે આ ઓનલાઈન કોર્સ 20 ફેબ્રુઆરી 2026 સુધી ચાલુ રહેશે. જેથી વિદ્યાર્થીઓને 24 અઠવાડિયાનો સમય મળશે, બોર્ડની પરીક્ષા ત્રણ માર્ચથી શરૂ થવાની છે. આ ઓનલાઇન પોર્ટલમાં એનસીઈઆરટીના અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણવાની તક મળશે.
આ પણ વાંચો : કરદાતાઓ માટે રાહતના સમાચાર : આખરે ઓડિટ રિપોર્ટ માટેની મુદત લંબાવાઇ, ટેક્સ પ્રેક્ટિશનરોને હાશકારો
બોર્ડની પરીક્ષા આગામી વર્ષ 2026 માં ત્રણ માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ ફ્રી ઓનલાઇન કોર્સમાં વિદ્યાર્થીઓને એકાઉન્ટ, બાયોલોજી, કેમેસ્ટ્રી, અર્થશાસ્ત્ર, ફિઝિક્સ, સાયકોલોજી, અંગ્રેજી અને ગણિત વગેરે વિષયો પર અનુભવી શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે. આ કોર્સ પૂરો થઈ ગયા બાદ પરીક્ષામાં 60% કે તેથી વધુ માર્ક મેળવનારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.
