નવરાત્રીમાં નવશક્તિનો સંકલ્પ: કેન્સર યોદ્ધાઓ ટોબેકો ફ્રી રાજકોટ માટે કંપનીઓ સાથે M.O.U કરશે
નવરાત્રીમાં શક્તિની પૂજા સાથે કેન્સર યોદ્ધાઓએ રાજકોટને ટોબેકો ફ્રી બનાવી કેન્સરરૂપી રાવણનાં દહન માટે સંકલ્પ કર્યો છે. આ દિશામાં રાજકોટ કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે, કેન્સર કેર ફાઉન્ડેશનના વોરિયર્સ કંપની અને કોર્પોરેટ ઓફિસ તેમજ સરકારી અને અર્ધસરકારી ઉપરાંત ફેક્ટરીઓમાં વ્યસન મુક્તિ માટે જાગૃતતા ફેલાવવા એમઓયુ કરશે.
રાજકોટ કેન્સર કેર ક્લબ દ્વારા અત્યાર સુધીમાં અનેક આરોગ્ય અને સામાજિક કાર્યક્રમો સાથે ક્લબના મેમ્બરો માટે ફેશન શો, રાસ ગરબાની રમઝટ, ચોગ્ગા અને છક્કા સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે અનેક રેકોર્ડ કરવામાં આવ્યા છે. કેન્સર કેર ક્લબના પ્રમુખ અશ્વિનભાઈ સોલંકીએ “વોઇસ ઓફ ડે”સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,હવે સમય આવી ગયા છે રાજકોટને વ્યસન મુક્ત બનાવવા માટેનો, જેના માટે ક્લબ અને કોર્પોરેટ કંપનીઓ સરકારી અને અર્ધસરકારી કંપનીઓમાં એમઓયુ કરવામાં આવશે.

આ અભિયાન વિશે તેમને જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો દરેક કંપની અને ફેક્ટરીઓમાં અમારા સભ્યો વ્યસન મુક્તિ માટે કાર્યક્રમ આપશે જેમાં દરેક કર્મચારીઓ પાસે વ્યસન મુક્ત કરાવવા માટે સંકલ્પ કરાવી પ્રતિજ્ઞા પત્ર ભરાવવામાં આવશે. ત્યારબાદ વર્ષમાં ત્રણ વખત ક્લબનાં સભ્યો સરપ્રાઈઝ ચેકિંગ કરશે. જે જગ્યા વ્યસન મુક્તિથી જોડાઈ હશે તે કંપની કે પછી સરકારી કચેરી હોય કે કારખાના. જેમનું કેન્સર કેર ક્લબ દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.

કર્મચારીઓ કે શ્રમિકોને વ્યસન મુક્તિ માટેનો જુસ્સો વધારવા માટે તેમના પોસ્ટર અને વિડીયો બનાવવામાં આવશે જે લોકો સુધી પહોંચાડી તેમને પણ સિગરેટ ફાકી કે પછી તમાકુનો વ્યસન મુક્ત કરવા માટે અપીલ કરાશે. રાજકોટ કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા ઉદ્યોગો નાના-મોટા વ્યવસાયો અને કોર્પોરેટ ઓફિસ માટે એમ.ઓ.યુ. તૈયાર કરાયા છે. સમાજલક્ષી અભિયાન માટે ક્લબના તમામ સભ્યો 365 દિવસ આ ઝુંબેશ માં જોડાઈને ટોબેકો ફ્રી રાજકોટ બનાવવા ના આ યજ્ઞમાં સેવાની આહુતિ આપશે. રાજકોટના કોઈપણ ઉદ્યોગો કે કંપનીઓ, સરકારી કે અર્ધ સરકારી કંપનીઓ જોડાવા માગતી હોય તો તેમને કેન્સર કેર ક્લબના મો.ન.9549571671 અને સંપર્ક કરવા જણાવ્યું છે.
કેન્સર એટલે કેન્સલ નહી પણી જીંદગી નવા લેશન શીખવી જાય છે
બે વર્ષ પહેલા કેન્સર કેર ફાઉન્ડેશનના સભ્યોએ પ્રથમ વખત કેન્સર વોરિયર માટે ફેશન શો નું આયોજન કર્યું હતું જેમાં 100 થી વધુ કેન્સર સભ્યોએ રેમ્પ પર વોક કરીને આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો. આ એવા દર્દીઓ છે કે જેમને કેન્સરને માત આપીને ફરીથી જિંદગી જીવતા શીખ્યા છે. કેન્સરની સારવાર દરમિયાન અનેક લેશન શીખવા મળ્યા છે આથી હવે સમાજને કેન્સર મુક્ત બનાવવા માટે તેમણે આ ઝુંબેશ શરૂ કરી છે. આ ઉપરાંત ગયા વર્ષે આ કેન્સર યોદ્ધાઓએ દ્વારિકા થી સોમનાથ સુધીનો દરિયો પણ ખેડીને હમ કિસીસે કમ નહી એ સાબિત કરી બતાવ્યું હતું.
આ મુજબ M.O.U કરવામાં આવશે
આ પ્રોગ્રામમાં સરકારી, બીન સરકારી, ખાનગી કંપની , કારખાના અને ઓફિસ, કોર્પોરેટ હાઉસ ભાગ લઈ શકશે,આ પ્રોગ્રામ હેઠળ કેન્સર કેર ફાઉન્ડેશન સંસ્થા સાથે જે તે કંપની એ કે સંસ્થાએ એક એમ ઓ યુ **(MOU) કરવાનું થશે . આ હેઠળ સભ્ય બનનાર સંસ્થાએ સત્તાવાર રીતે પોતાની કંપની કે ઓફિસની બહાર કેન્સર કેર ફાઉન્ડેશન સાથે જોડાયેલ છે એવું સંસ્થાએ આપેલ બેનર મારવાનું રહેશે, પોતાના કર્મચારીઓને સવારે 9:00 થી સાંજે 6.00 સુધી ઓફિસમાં ગોડાઉન કે કાર્યક્ષેત્ર ની અંદર તમાકુ પાન ફાકી માવા સિગરેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો રહેશે, કેન્સર કેન્સર ફાઉન્ડેશનની ટીમ એક વર્ષમાં કોઈપણ સમયે ત્રણ વખત સંસ્થાની મુલાકાત લેશે,કંપની કે સંસ્થાના કર્મચારી જો વ્યસન મુક્ત હશે ત્રણે મુલાકાત દરમિયાન તો આ સંસ્થાને વર્લ્ડ કેન્સર ડે દિવસના જાહેર પ્રોગ્રામમાં એવોર્ડ અને રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવશે વ્યસન મુક્ત થયેલી કંપનીઓની કે સંસ્થાઓને શહેરના પ્રતિષ્ઠિત અખબારો અને ટીવીમાં જાહેરાત આપવામાં આવશે..જો આપ તમારી કંપનીને એમના કર્મચારી અને પરિવારને કેન્સરથી બચાવવા માગતા હોય તો કેન્સર કેર ફાઉન્ડેશન સાથે આ કરાર કરી શકો છો જેની કોઈ જ ફી નથી , કેન્સર કેર ફાઉન્ડેશન…માત્ર વ્યસન મુક્ત થાય લોકો આવું જ ઇચ્છે છે. સંપર્ક: કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ અશ્વીન સોલંકી-9824810036
