સેનેટની ચૂંટણી શિક્ષક મતદારયાદીમાંથી ૮૩૧ નામ રદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેનેટ ચૂંટણીની તટસ્થ અને પારદર્શક કામગીરી હોવાનો પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીનો દાવો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ના સદૈવ હિતચિંતક માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જુદી જુદી વહીવટી અને વિદ્યાર્થીલક્ષી કામગીરીઓ પારદર્શક અને સુચારુ રીતે કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું હિત હરહંમેશ રહેલું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીની કામગીરી પણ તટસ્થ અને પારદર્શક રીતે કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીની શિક્ષક મતદારયાદીમાં નામ ઉમેરવા માટે જે અરજદારોએ ફોર્મ નં. 16 જમા કરાવેલ નથી એવા તમામના નામો મતદારયાદીમાંથી રદ્દ કરવામાં આવેલ છે, જેમાં
હોમિયોપેથી વિદ્યાશાખા – 18
તબીબી વિદ્યાશાખા – 62
મેનેજમેન્ટ વિદ્યાશાખા – 75
વાણિજય વિદ્યાશાખા – 54
વિજ્ઞાન વિદ્યાશાખા – 165
આમ, કુલ મળીને ફોર્મ નં. 16 જમા નહીં કરાવનાર 374 મતદારો શિક્ષક મતદારયાદીમાંથી રદ્દ કરવામાં આવેલ છે.
હાલ અન્ય વિદ્યાશાખાઓની મતદારયાદીની કામગીરી ચાલુ છે, તે તમામ વિદ્યાશાખાઓમાં પણ ફોર્મ નં. 16 જમા નહીં કરાવનારના નામો પણ રદ્દ કરવામાં આવશે.
આ ઉપરાંત, શિક્ષક મતદાર વિભાગની વિવિધ વિદ્યાશાખાઓની મતદારયાદીમાં શરતી માન્યતા ધરાવનાર શિક્ષકોના રદ્દ કરવામાં આવેલ છે જે મુજબ
વિનયન વિદ્યાશાખા – 44
શિક્ષણ વિદ્યાશાખા- 145
વિજ્ઞાન વિદ્યાશાખા – 476
કાયદા વિદ્યાશાખા – 25
તબીબી વિદ્યાશાખા – 3
બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખા – 8
વાણિજય વિદ્યાશાખા – 130
આમ, કુલ મળીને 831 શરતી માન્યતા પ્રાપ્ત મતદારો ના નામો શિક્ષક મતદારયાદીમાંથી રદ્દ કરવામાં આવેલ છે.