સુરતમાં દંપતી અને માસુમ પુત્રનું ઘરમાં રહસ્યમય મોત: 4 દિવસ પહેલાં સાઉદી યાત્રા કરીને આવ્યા’તાં,મોતનું ચોક્કસ કારણ જાણવા વિસેરા લેવાયા
સુરતના લાલગેટ વિસ્તારમાં હરીપુરા સોય શેરીમાં રહેતા મુસ્લિમ પરિવાર ઘરમાં અલગ અલગ રૂમમાંથી મૃતદેહ મળી આવતા ભારે ચકચાર જાગી છે. સામુહિક આપઘાત, ફૂડ પોઈઝનીંગ કે અન્ય કાઈ ? પોલીસ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ત્રણેયના ફોરેન્સિક પીએમ કરાવી વિસેરા લઈને તપાસ હાથ ધરી છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ફૈઝ અહેમદ (36 ઉ.વર્ષ.), મુબીના અહેમદ (માતા, 32 ઉ.વર્ષ. ) નોમાન અહેમદ ( પુત્ર, 13 ઉ.વર્ષ.)નાં ત્રણેયનાં મૃતદેહો અલગ અલગ રૂમોમાં મળી આવ્યા છે. બનાવની જાણ થતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નથી, ઝેરી દવા કે આવું કોઈ પ્રવાહી કે ગોળી કઈ લીધું હોય તો બોટલ ,વેપર કે આવું કાઈપણ રૂમમાંથી મળ્યું નથી.
મૃતકોના નામ
- 36 વર્ષીય પિતા ફૈઝ અહેમદ
- 32 વર્ષીય માતા મુબીના અહેમદ
- 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદ
આ ઘટના બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતા સ્થળ પરથી ઝેરી દવાની કોઈ બોટલ મળી આવી નથી. તેમજ પોલીસે ગેસ લીકેજની આશંકા પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:લોકો પાયલટની સતર્કતાથી 10 સિંહોનો જીવ બચ્યો: સાસણગીર પાસે મોટી દુર્ઘટના ટળી, વન વિભાગની ટીમે સાવજોને સુરક્ષિત રીતે ખસેડ્યા
પરિવારે ચીકન ઓર્ડર કર્યો હતો. સાથે ઘરમાં ગીઝર બળ્યું કે ગેસ લીકેજ થયાની પણ આશંકા છે. ગેસ લીકેજ થતા ગુંગળામણ થવાથી પણ મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. આજે સવારે ફૈઝ અહેમદને તેના ભાઈએ ફોન કર્યો હતો ભાઈ બાદ ભાભીનો ફોન પણ રીસીવ થયો ન હતો. તપાસ કરતા ત્રણેયના મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું. ચાર દિવસ પહેલા જ વિદેશ યાત્રાએથી આવ્યા હતા, અન્ય કોઈ મુશ્કેલી પણ ન હોવાથી હાલ તો પોલીસ અકસ્માતની ઘટના આધારે તપાસ ચલાવી રહી છે.
