મારા પિતાએ પોલીસને બહુ ખવડાવ્યુ છે, એ લોકો અમને સલામ ભરે છે! એસ્ટેટ બ્રોકરને પાડોશીઓનો અનહદ ત્રાસ
રાજકોટના રૈયા રોડ પર કાલીન્દી એપાર્ટમેન્ટમાં છેલ્લા 20 વર્ષથી રહેતા એસ્ટેટ બ્રોકરને પાડોશમાં જ આવેલા બે મકાનમાં રહેતા પરિવાર દ્વારા અનહદ ત્રાસ આપવામાં આવી રહ્યો હોય આખરે એડવોકેટ મારફતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી ત્રાસ આપનારા લોકો સામે ગુનો નોંધવા માંગ કરી છે.
આ પણ વાંચો : IND Vs ENG વચ્ચે આજથી ચોથી ટેસ્ટ શરૂ થશે : ભારત સિરીઝ બચાવવા તો ઇંગ્લેન્ડ જીતવા મેદાનમાં ઉતરશે
અહીં કુલ છ ફ્લેટ અને ચાર દુકાન આવેલા છે. નિરજકુમારના માતા 75 વર્ષના હોય હૃદયરોગને લગતી અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા છે. એપાર્ટમેન્ટ બાદ એક બંધ શેરી આવેલી છે ત્યારબાદ આરોપીઓના મકાન આવેલા છે જેમાંથી એક મકાન આશુતોષ ભીં ડોરાનું છે જ્યાં તે રહે છે. આ લોકો દ્વારા જોરશોરથી ગીત વગાડવામાં આવી રહ્યા હોય તબિયત ઉપર અસર પડી રહી છે. જો આ વાતનો વિરોધ કરીએ તો ખોટા કેસ કરી જેલમાં પૂરાવી દેવાની અને પોલીસ કશું બગાડી નહીં લ્યે તેવી ધમકી આપવામાં આવે છે.
આ પણ વાંચો : chess world cup 2025 : ભારતમાં રમાશે ચેસ વર્લ્ડકપ : વિશ્વનો નંબર 1 ખેલાડી મૈગ્નસ કાર્લસન સહિત 206 ખેલાડી ભાગ લેશે
આટલું ઓછું હોય તેમ છેલ્લા એક વર્ષથી રાજદેવ પરિવાર જેમાં યશ રાજદેવ, તેની પત્ની, ફોરમ બીપીન ભીંડોરા દ્વારા ત્રાસ આપવાનું શરૂ કરી નીરજકુમાર સાથે કેવી રીતે ઝઘડો કરવો તેની તૈયારીમાં જ રહે છે. તાજેતરમાં જ આ લોકોએ એપાર્ટમેન્ટની ડ્રેનેજ લાઈનને નુકસાન પહોંચાડી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમને જોઈ જતાં ઝઘડો શરૂ કર્યો હતો.
આ પછી યશ રાજદેવે એવી ધમકી આપી હતી કે પોલીસ કેસમાં ફિટ કરાવી ધોકા ખવડાવીશ અને પોલીસ કાંઈ નહીં કરે તો મારી પાસે એવા કેટલાય ગુંડા છે કે જે સાંજે ઘેર નહીં પહોંચવા દે, મારા પિતાએ પોલીસને બહુ ખવડાવ્યું છે એટલે પોલીસ પણ તેને સલામ ભરે છે. દાણાપીઠમાં હું કેવી હસ્તી છું અને ત્યાંના વેપારીઓ મને સલામ ભરે છે તે તું જાણતો નથી !! એકંદરે આ તમામ લોકો હદ બહારનો ત્રાસ આપી રહ્યા હોય નિરજકુમાર અનડકટ દ્વારા એડવોકેટ વિકાસ શેઠ મારફતે ગાંધીગ્રામ પોલીસ મથકને અરજી આપવામાં આવી છે અને તમામ સામે ગુનો નોંધવા માંગ કરવામાં આવી છે.