સાંસદ રામભાઇનો રણકાર; વિદેશી કાર, પેન, ઘડીયાલને આપી તિલાંજલી, વડાપ્રધાનનું સ્વદેશી આહવાન અપનાવવા અપીલ
આત્મનિર્ભર ભારત, સ્વદેશી, લોકલ ફોર વોકલના હિમાયતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવોના આહવાનને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ વધાવ્યું છે. તેમણે વિદેશી ઘડીયાલ તેમજ વિદેશી કારને એકઝાટકે તિલાંજલી આપી દીધી છે. સ્વદેશી જ વસ્તુઓ અપનાવવાનો આરંભકર્યો છે. સાથે અપીલ પણ કરી છે કે, વડાપ્રધાનના સ્વદેશી આહવાનને સૌ સાથે મળીને અમલમાં મુકીએ અને દેશને આત્મનિર્ભર બનાવવાની દિશમાં યોગદાન આપીએ. સ્વદેશી વસ્તુઓ અપનાવવા દેશભરમાં જન અભિયાન હેઠળ ઘર સે આરંભ… આપણે જ અપનાવીએ તો અન્યને અપીલ કરી શકીએ તેવા ઉદ્દેશ સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોતાનાથી જ શરૂઆત કરી છે.
દેશ-વિદેશમાં કુરીયરનો બીઝનેશ ધરાવતા સુખી સંપન્ન ઉદ્યોગપતિ સાંસદ રામભાઈ રોલેક્સ નામની વિદેશી કંપનીની કિંમતી ઘડીયાલ યુઝ કરતા હતા. કાંઠે વિદેશી ઘડીયાલ બાંધવાનું છોડ્યું છે. આવી જ રીતે મોંઘી લેન્ડ ક્રુઝર કાર યુઝ કરતા હતા તેમણે કાર પણ એક ઝટકે ત્યજી દીધી છે. વિદેશી વસ્તુઓને તિલાંજલી આપી સ્વદેશી અપનાવવાનો હકારાત્મક સંદેશો પણ આપ્યો છે. સાંસદ રામભાઈએ ‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 15 વર્ષથી વિદેશી ઘડીયાળ કાંઠે બાંધતા હતા તેમજ સાત વર્ષથી લેન્ડક્રુઝર કાર યુઝ કરતા હતા બે વર્ષ પહેલા જ અઢી કરોડની કિંમતે આ કારનું નવું મોડલ ખરીદ કર્યુ હતું. “વિદેશી છોડ સ્વદેશી અપનાવો’ રામભાઈ દ્વારા વડાપ્રધાનના સ્વદેશી અપનાવો અભિયાનના આ આત્મનિર્ભર આહવાનમાં જોડાવવા પણ અપીલ કરવામાં આવી છે.
