Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટલીયા આમને સામને : મોરબીથી ચૂંટણી લડવા આપી ચેલેન્જ, વાંચો શું છે સમગ્ર મામલો

Thu, July 10 2025

મોરબીમાં તૂટેલા ફૂટેલા બિસ્માર રસ્તાઓ પ્રશ્ને જનતા જાગીને મેદાને આવતા છેલ્લા બે દિવસમાં ત્રણ-ત્રણ વખત કલાકો સુધી ચક્કાજામ સર્જાયા બાદ અદ્રશ્ય થયેલા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અચાનક જ ગુરુવારે રાત્રે મેદાનમાં આવી આમ આદમી પાર્ટીના નેતાઓ લોકોને ગુમરાહ કરી રહ્યા હોવાનો આરોપ લગાવી સીધા જ ગોપાલ ઈટાલીયા સામે તિર છોડી ગોપાલ ઈટાલીયા મોરબીથી ચૂંટણી જીતી બતાવે તો પોતે રાજીનામુ આપી બે કરોડ રૂપિયા આપવા તૈયાર હોવાની ચેલેન્જ આપતા સામાપક્ષે ગોપાલ ઈટાલીયા પણ બમણા જોરથી ચેલેન્જ સ્વીકારી કાંતિલાલ અમૃતીયાને 12 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામુ ધરવા પડકાર ફેંક્યો હતો. જો કે, શુક્રવારે કાંતિલાલે ફરી વીડિયો સંદેશ જારી કરી ગોપાલ ઇટાલિયાને સંબોધી કહ્યું હતું કે, 12 તારીખે આપણે બન્ને રાજીનામુ આપી મોરબીથી ચૂંટણી લડીએ.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ ગુરુવારે તૂટેલા રોડ રસ્તા અંગે એક નિવેદનમાં પંચાસર રોડ મુદ્દે થયેલ ચક્કાજામ રાજકીય હોવાનું જણાવી કારણ વગર ગોપાલ ઇટાલિયાને નિશાન બનાવી મોરબીથી ચૂંટણી લડવા પડકાર ફેંક્યો હતો. બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પણ કાંતિલાલ અમૃતિયાનના પડકારને જીલી લઈ એક વિડીયો જાહેર કરી જણાવ્યું હતું કે, મોરબીના ધારાસભ્યએ આપેલી ચેલેન્જને હું સ્વીકારી લઉં છું. જો તમે સુરા હોય, મરદ માણસ હોય, જબાનના પાક્કા હોય તો તા.12ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દો. તો ગોપાલ ઇટાલીયા વટથી તમારી ચેલેન્જને સ્વીકારે છે. પણ શરત એક જ છે કે મોરબીના ધારાસભ્ય પાટીલ અંકલને પૂછવા ન જાય. તમારામાં તાકાત હોય તો તમારા જોરે રાજીનામું આપી દેજો.

વધુમાં ગોપાલ ઇટાલિયાએ ઉમેર્યું હતું કે,  મોરબીની જનતા જાગી એટલે ધારાસભ્યના પેટમાં નકલી તેલ રડાયું છે. અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરતી હતી. તો ધારાસભ્યને કોઈ તકલીફ ન પડી. પણ હવે જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે રોડ ખરાબ છે, ગટર ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિકની સમસ્યા છે.તો મોરબીના ધારાસભ્યને તકલીફ પડી છે. 30 વર્ષ સુધી જ્યારે આ જ જનતાએ મત આપ્યા અને ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, ગલીગલીયા થય, ખુશ થયા, પણ હવે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાવા મુદ્દે રોડ ઉપર ખાડા મુદ્દે સવાલ કરે છે તો તમને હવે ગમતું નથી.

View this post on Instagram

A post shared by Kantilal Amrutiya Morbi (@kantilal_amrutiya_morbi)

અંતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે તમારે ચેલેન્જ એ આપવી જોઈએ કે, 30 વર્ષ સુધી હું ધારાસભ્ય છું, તો મોરબીમાં આવીને કોઈ ખામી બતાવી દે, પણ તમે એવી ચેલેન્જ મારી ન શક્યા. કારણ કે તમને ખબર છે કામ તો કંઈ કર્યા નથી. લાતી પ્લોટ, પંચાસર રોડ, ઉમિયા સોસાયટી, સરદાર પટેલ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં તમારે મને ચેલેન્જ મારવી પડે છે તે જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો હોવાનું અંતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું.

View this post on Instagram

A post shared by Aam Aadmi Party Gujarat (@aapgujarat)

સામાપક્ષે ગોપાલ ઇટાલિયાનો વિડીયો વાયરલ થતા કાંતિલાલ અમૃતિયા ફરી એક વિડીયો સાથે મેદાનમાં આવ્યા હતા અને કહ્યું હતું કે, હું રાજકારણમાં 1982થી છું. સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનો અને કામ કરવાનો મારો સ્વભાવ છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી મોરબીમાં વરસાદને લઈને જે થયું ત્યારે સોમ-મંગળ હું ગાંધીનગર હતો. મોરબીની પ્રજા સમક્ષ પહેલા હું માફી માંગુ છું. ખાડા, ગટર ઉભરાવવા, પાણી ભરાઈ જવા સહિતના કામ તાત્કાલિક ચાલુ કરી દીધા છે. ગાંધીનગરથી હું જોતો હતો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મોરબીની પ્રજાને ઉશ્કેરવાનો ધંધો કરે છે. એક વિસાવદરની સીટ આવી ત્યાં તો ગોપાલભાઈ આવશે, અહીં ગોપાલભાઈ વાળી થશે તેવી વાતો થવા લાગી.

આ પણ વાંચો : 1600 કરોડમાં બનશે ‘રામાયણ’ : ફિલ્મ માટે રણબીર કપૂરે વસૂલી અધધ ફી, જાણો પૂરી સ્ટારકાસ્ટને કેટલી ફી લીધી

ધારાસભ્યએ ઉમેર્યું કે બે વર્ષથી હું જોઉં છું. ગોપાલભાઈ હીરાબા વિશે જેમ તેમ બોલ્યા, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ વિશે બોલ્યા હતા. તમામ નેતા વિશે બોલે છે. હવે તમે અધ્યક્ષ પાસે આવતા સોમવારે આવો, આપણે બેય રાજીનામું આપી દઈએ. પછી ચૂંટણી આવશે એટલે આપણે બેય મોરબીથી ચૂંટણી લડીશું.  1998માં હું મોરબીના યાર્ડ માટે બોલ્યો હતો કે આ જમીન નહિ જવા દવ. મે બોલેલું પાળી જમીન ન જવા દીધી. મોરબીના કાર્યકર્તાઓ ઉપર મને ભરોસો છે  તમે આવો અને આમ આદમી પાર્ટીના ભારતના બધા નેતા આવે. આપણે ચૂંટણી લડી લઈએ. જો હું હારીશ તો રૂ.2 કરોડ આપીશ. એક સીટ આવી છે તેમાં તો આમ આદમી પાર્ટીએ આખા દેશમાં ઉપાડો લીધો છે. ગોપાલભાઈ આમ ગોપાલભાઈ તેમ…ગોપાલભાઈ કાંઈ સાવજ થોડા છે.

Share Article

Other Articles

Previous

Firing at Kapil Sharma’s Cafe : કેનેડામાં કપિલ શર્માના કેફેમાં અંધાધૂંધ ગોળીબાર : વિડીયો આવ્યો સામે, 3 દિવસ પહેલા જ કર્યું’તું ઉદ્ઘાટન

Next

1600 કરોડમાં બનશે ‘રામાયણ’ : ફિલ્મ માટે રણબીર કપૂરે વસૂલી અધધ ફી, જાણો પૂરી સ્ટારકાસ્ટને કેટલી ફી લીધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટથી દુબઈની ઇન્ટરનેશનલ ફલાઇટ ઉડાન ભરશે : વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ કરવા મનસુખ માંડવિયાની રજુઆત
20 મિનિટutes પહેલા
શું પાકિસ્તાને સલમાન ખાનને આતંકી જાહેર કરી દીધો?ભાઈજાનને આતંકી ગણાવતા વાઇરલ લેટરની જાણો શું છે હકીકત
2 કલાક પહેલા
દિવાળી રજામાં સહેલાણીઓ માટે ‘સૌરાષ્ટ્ર’રહ્યું ફેવરિટ: ખોડલઘામથી દ્વારિકા,સોમનાથ-સાસણમાં ચિક્કાર ભીડ
3 કલાક પહેલા
શ્રેયસ અય્યર સિડનીની હોસ્પિટલમાં ICUમાં દાખલ : ત્રીજી ODI દરમિયાન કેચ પકડતાં થયો’તો ઇન્જર્ડ, પાંસળીમાં ઇજા
4 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

ભાજપ ચૂંટણીપંચના ડર વગર આચારસંહિતા ભંગ કરે છે : કોંગ્રેસ
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટ : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કરેલા આપઘાત કેસમાં બે શખ્સોના આગોતરા જામીન અરજી મંજૂર
રાજકોટ
8 મહિના પહેલા
ઝારખંડ : લગ્નમાંથી પાછી ફરેલી ૫ બાળકીઓનું અપહરણ, ૩ બાળાઓ સાથે સામૂહિક દુષ્કર્મ ; ગુંડારાજ સામે ભારે આક્રોશ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
નાના બાળકોને Snapchat સામે સુરક્ષિત રાખો….
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર