મોજા હી મોજા…. રાજકોટવાસીઓ ફેસ્ટિવ મૂડમાં : મીની વેકેશન ; સ્કૂલથી લઈને કોર્પોરેટ ઓફિસ,બજારોમાં એક અઠવાડિયા સુધી રજા
- ઉત્સાહ અને ઉલ્લાસ સાથે દિવાળીની ઉજવણી તો અમુક પરિવારજનો ફરવા નીકળી ગયા: હોટલો- રેસ્ટોરન્ટ હાઉસફુલ
આજે દિવાળીનો તહેવાર છે. રાજકોટવાસીઓ તહેવારની ઉજવણીના મૂડમાં આવી ગયા છે આજથી કોર્પોરેટ ઓફિસ, બજારો લાભપાંચમ સુધી બન્ધ રહેશે. દિવાળીના પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે તો અમુક પરિવારજનો પોતાના ગ્રુપ સાથે ફરવા નીકળી ગયા છે તો અમુક લોકો ઘરે રહીને તહેવારનો આનંદ ઉઠાવશે.
શાળા અને કોલેજોમાં 21 દિવસનું વેકેશન શરૂ થઈ ગયા બાદ હવે કર્મચારીઓ પણ દિવાળીની રજાની મજા માણી રહ્યા છે તો આજે દિવાળીના દિવસે ચોપડા પૂજન બાદ બજારો પણ લાભપાચમ સુધી બંધ રહેશે.આજે મોડી રાત્રે સુધી શહેરની તમામ બજારોમાં આવેલી દુકાનો ,શોરૂમ મોડી રાત્રે સુધી ગ્રાહકોથી ઘમઘમશે.ત્યારબાદ ચોપરા પૂજન સાથે દુકાન વધાવી લેવાની પરંપરા હોય તે પૂર્ણ કર્યા બાદ લાભ પાંચમના શુભ મુહૂર્ત પર ફરીથી ધંધા વેપાર શરૂ થઈ જશે.
આ ઉપરાંત બુધવારથી ઇન્ડસ્ટ્રીઝમાં પણ આવતા બુધવાર સુધી એક સપ્તાહનું વેકેશન પડી ગયું છે. દિવાળીના વેકેશનમાં પરિવારજનો અને મિત્ર વર્તુળ સાથે નવા વર્ષના સ્નેહ મિલન ના કાર્યક્રમો તેમજ યંગસ્ટર પોતાના ફ્રેન્ડસ સાથે ગેટ ટુ ગેધર યોજસે. શહેરની પ્રાઇવેટ હોસ્પિટલો અને ક્લિનિક પણ દિવાળીની રજા રાખે છે. હરવા ફરવાના સ્થળો તેમજ ધર્મસ્થાનકો લોકોની ભીડ જામશે. આ ઉપરાંત રંગીલા રાજકોટ વાસીઓ ખાણીપીણીના શોખીન હોવાથી હોટલો અને રેસ્ટોરન્ટમાં હાઉસફુલના બોર્ડ સાથે લોકોની કતારો જોવા મળશે.