સુરતમાં મોડલનો ગળાફાંસો ખાઈ આપઘાત : અંતિમ રિલમાં લખ્યું આજે તે અહેસાસ કરાવી દીધો કે…!! વાંચો સમગ્ર ઘટના
સુરતમાં ક બાદ એક આપઘાતનાં બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મોડલ દ્વારા જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, અઠવા વિસ્તારમાં 23 વર્ષીય અંજલી વરમોરા નામની મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ મામલે, જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસ અનુસાર, ઘણા સમયથી માનસિક તણાવમાં હોવાથી કંટાળીને મોડલે આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, મૃતદેહ પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી છે કે નહીં તે હાલ જાણી શકાયું નથી. પોલીસે મોડલનાં પરિવરજનોને સંપર્ક કરવાનો અને મોડલનાં મોબાઇલ સહિતની તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો : India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11

પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંજલી વરમોરાની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ, જે હાલમાં વાયરલ થઈ રહી છે. તેમાં તેણે લખ્યું હતું કે, “આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કઈજ નથી તારા માટે…” આ પોસ્ટે આ ઘટનાને વધુ રહસ્યમય બનાવી દીધી છે અને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, પોલીસે હજુ સુધી આ પોસ્ટની સત્યતા અને તેના સીધા આત્મહત્યા સાથેના સંબંધની પુષ્ટિ કરી નથી.