શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સામાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોબાઈલની કુટેવ ધરાવતા ૧૩ વર્ષીય બાળકને પિતાએ મોબાઈલ ન આપતા તેને ફાંસો ખાઇ લીધો હતો. ઘરે આવેલા પિતાને પુત્ર પંખામાં લટકતો જોવા મળતા જ તેમના પગ નીચથી જામીન સરકી જવા પામી હતી. ઘટનાને લઈને પરિવારમાં ઘેરો કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
વીગતો મુજબ, રૈયાગામ સ્મશાન નજીક આવેલ ખોડીયાર પરામાં પરિવાર સાથે ૧૩ વર્ષીય અમન અકબરભાઈ શેખ નામનો બાળકે ગઈકાલે સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ ઘરે કોઈ ન હોય તે દરમિયાન પંખામાં ચુંદડી બાંધીને ફાંસો ખાઈ લીધું હતો. બાળકના પિતા અકબરભાઈ કલરકામ કરી મજૂરી કામ કરતા હોય ત્યારે પોતાનો સાધનો ભૂલી જતા ઘરે આવતા જ પુત્રને લટકતી હાલતમાં જોતા હતપ્રભ થઈ ગયા હતાં. પાડોશીએ બાળકે નીચે ઉતારી સિવિલ હોસ્પિટલે ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ.આઈ જયસિંહ સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક અમન રૈયાગામમાં આવેલી સરકારી શાળામાં ધો.૬ માં અભ્યાસ કરતો હતો. તે જીદ્દી સ્વભાવનો હોય ત્યારે ધૂળેટીની રાત્રિએ સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા પિતા અખબારભાઈએ તેને ઠપકો આપી મોબાઈલ આપ્યો ન હતો. આ વાતનું લાગી આવતા બીજા દિવસે માતા-પિતા કામે અને નાનો ભાઈ બહાર શેરીમાં રમતો હોય તે દરમિયાન બાળકે પંખામાં ચુંદડી વડે ફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે..