Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

લાખો રેશનકાર્ડ ધારકોને રાશન લેવા માટે અંગુઠામાંથી મળશે મુક્તિ! હવે QR કોડ આવશે,કાર્ડધારકને પોતાના ફોનમાં જ દેખાશે કે કેટલો જથ્થો મળશે

Mon, January 5 2026

રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર છે. અત્યારે સસ્તા અનાજની દુકાને રાશન મેળવવા માટે અંગુઠાના નિશાન (થમ્બ પ્રિન્ટ) આપવાની બાયોમેટ્રિક સિસ્ટમમાંથી મુક્તિ મળશે. ક્યુઆર કોડ સ્કેન કરતાની સાથે દુકાન પરથી મળી જશે અનાજનો જથ્થો, સર્વર ડાઉન, થમ્બ પ્રિન્ટ ન આવતી હોવાના હો-હા, દેકારા કે આવી માથાફોડીમાંથી દુકાનદારોને પણ રાહત મળી શકશે. હાલ રાજ્યમાં ક્યુઆર કોડ સિસ્ટમ પ્રોજેક્ટનો અમદાવાદમાં આરંભ કરાયો છે જે રાજ્યભરમાં થોડા સમય બાદ અમલી બનશે તેવું જાણવા મળે છે.

સસ્તા દરનું અનાજ મેળવવા માટે કાર્ડધારકોએ દુકાનો પર થમ્બ ઈમ્પ્રેશન (અંગુઠાનું નિશાન) આપવાનું હોય છે ત્યારબાદ જ અનાજનો જથ્થો દુકાનદાર આપી શકે. સર્વર ડાઉન હોવાથી અને ખાસ તો મોટી ઉંમરના વ્યક્તિ-કાર્ડધારકોને ફિંગરપ્રિન્ટ સમયાંતરે બદલાઈ કે ઘસાઈ જતાં હોવાથી દુકાનો પર પ્રિન્ટ આવે નહીં અને દુકાનદારો તથા કાર્ડધારકો વચ્ચે લપઝપ પણ થતી રહેતી.

 રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગ કાર્ડ સિસ્ટમમાં ડિજિટલ સિસ્ટમ વધુ અપગ્રેડ કરી હવે ક્યુઆર કોડ સ્કેન અમલી બનાવવા તરફ આરંભ કર્યો છે. રેશનિંગ કાર્ડ ધારક અનાજ લેવા જાય ત્યારે ક્યુઆર કોડ દુકાન પર સ્કેન કરે એટલે દુકાન પરથી જથ્થો મળી જશે. સર્વર ડાઉન, ફિંગરપ્રિન્ટ ન આવવા, લાઈનમાં ઉભા રહેવા જેવી બાબતોમાં મુક્તિ મળશે. રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ક્યુઆર કોડ સિસ્ટમ અમલી બનાવવાની પહેલ છે એ સારી બાબત છે પરંતુ ક્યારેક તો રાશન અનાજનો જથ્થો જ દુકાનો પર સમયસર કે પુરતી માત્રામાં પહોંચતો ન હોવાથી ક્યુઆર કોડ આવશે તો પણ જો અનાજ જ નહીં પહોંચ્યું હોય તો દુકાનદાર શું વિતરણ કરશે કે રાશનકાર્ડ ધારકને શું મળશે ? ધક્કા ન થાય તે માટે રાશન પણ પુરતા પ્રમાણમાં સમયસર પહોંચી જાય તે વ્યવસ્થા વધુ મજબૂત કે સુદૃઢ કરવાની જરૂર છે.

આ પણ વાંચો :રાજકોટમાં PM મોદીનો રોડ શો કેન્સલ: ડે.સીએમ હર્ષ સંઘવીની વાઇબ્રન્ટ સમિટને લઈને અધિકારીઓ સાથે બેઠક,તૈયારીઓની સમીક્ષા

જેની પાસે સ્માર્ટ ફોન ન હોય તેમના માટે મુશ્કેલી

સરકારના પુરવઠા તંત્ર દ્વારા ડિજિટલ સિસ્ટમ હેઠળ ક્યુઆર કોડ લાવવાની કવાયત છે તે માટે રાશનકાર્ડ ધારક પાસે સ્માર્ટ ફોન હોવો જરૂરી છે. રાજ્યમાં અસંખ્ય એવા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કે રાશન કાર્ડ હશે. આવા અત્યંત ગરીબ લોકો પાસે સ્માર્ટ ફોન પણ ન હોય અને ઓપરેટ કરતા પણ ન ફાવે આવા અસંખ્ય રાશન કાર્ડ ધારકો માટે તો ક્યુઆર કોડ વિટંબણા જ બની રહેશે. ખરેખર સારા કે પારદર્શિતા માટેના પગલાંમાં આવા સાવ ગરીબો અને મોબાઈલથી અજ્ઞાન લોકોને મુશ્કેલી ન ઉદ્ભવે તે તરફ પણ વિચારવું જરૂરી બની રહે.

કાર્ડધારકને પોતાના ફોનમાં જ દેખાશે કે કેટલો જથ્થો મળશે

રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ડિજિટલ સાથે સિસ્ટમ વધુ પારદર્શક બનાવવા માટેની ક્યુઆર કોડ સિસ્ટમ અમલી બનવાથી લાભાર્થીઓને લાભ મળશે. લાભાર્થીને તેમના મોબાઈલ ફોનમાં જ દેખાશે કે તેમને કેટલો, ક્યો અનાજનો જથ્થો મળશે ? મહિનાની પ્રથમ તારીખે જ રેશન કાર્ડધારકને મોબાઈલ વોલેટમાં અનાજ માટેનું ડિજિટલ કુપન ઓટોમેટિક જમા થશે. રેશનકાર્ડ ધારક દુકાન પર જાય કોડ સ્કેન કરે એટલે તેમને મોબાઈલ ફોનમાં એ સમયે જ રિસિપ્ટ પણ મળી જશે. ફોનમાં એ માહિતી પણ આવશે કે રેશન કાર્ડધારકને અનાજ આપવામાં સરકારને કેટલો ખર્ચ થાય છે અને કાર્ડ ધારકને કેટલી સબસિડી મળે છે. આ પ્રોજેક્ટ અત્યારે અમદાવાદ સાબરમતી ઝોનમાં અમલી કરાયો હોવાનું જાણવા મળે છે. ક્યુઆર કોડ સિસ્ટમ માટે કાર્ડ ધારકે માય રાશન એપમાં જઈને સૂચના મુજબ કોડ ડાઉનલોડ કરવાનો રહેશે.

Share Article

Other Articles

Previous

‘સાહેબ’ની ચેમ્બર બહાર વેઈટિંગમાં બેઠેલા કોર્પોરેટરો હવે કહેવા લાગ્યા, અમારા ઉપર ‘દાઝ’ નીકળતી હોય એવું લાગે છે! વાંચો કાનાફૂસી

Next

રાજકોટમાં PM મોદીનો રોડ શો કેન્સલ: ડે.સીએમ હર્ષ સંઘવીની વાઇબ્રન્ટ સમિટને લઈને અધિકારીઓ સાથે બેઠક,તૈયારીઓની સમીક્ષા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

GT VS DC : દિલધડક મેચમાં દિલ્હીની જીત, પંતે રમ્યો ધોનીનો સિગ્નેચર હેલિકોપ્ટર શોટ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે દરેક ખેલૈયાઓને શું કરી અપીલ….સાંભળો
રાજકોટ
2 વર્ષ પહેલા
4.50 લાખની કિંમતનું એક તરબૂચ, દર વર્ષે માત્ર ઉગે છે 100 જ, આ દુર્લભ ફળ ખરીદવા માટે થાય છે હરાજી
રાજકોટ
2 વર્ષ પહેલા
સાઉદી અરેબિયામાં સ્થાયી થવા માગતા ભારતીયો માટે સારા સમાચાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર