મહેસાણાના ખેલાડીએ રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો : ઉર્વિલ પટેલે T20 ફોર્મેટની સૌથી ઝડપી સદી ફટકારી
ગુજરાતના વિકેટકીપર બેટ્સમેન ઉર્વીલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે જોરદાર ઇનિંગ રમીને ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો. ઉર્વિલે માત્ર 28 બોલમાં સદી ફટકારી અને ટી20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો. ઉર્વિલ પહેલા આ રેકોર્ડ પંતના નામે હતો જેણે 2018માં આ જ ટૂર્નામેન્ટમાં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી.
ઉર્વીલ પટેલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં શાનદાર પ્રદર્શન કર્યું હતું . 27 નવેમ્બરે ગુજરાત અને ત્રિપુરા વચ્ચેની મેચમાં ઉર્વિલ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ચૂકી ગયો હતો. પરંતુ તેણે પોતાની બેટિંગથી બરાબરી કરી લીધી. જો તેણે તેની સદી 2 બોલ પહેલા પૂરી કરી હોત તો તે T20 ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બની ગયો હોત.
Urvil Patel 101 runs in 28 balls (7×4, 11×6) Gujarat 138/0 #GUJvTPA #SMAT Scorecard:https://t.co/BwEl9Krkwf
— BCCI Domestic (@BCCIdomestic) November 27, 2024
ગુજરાતનો આ શાનદાર બેટ્સમેન IPLની હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. તેણે માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઉર્વિલની આ સદી T-20 ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી છે. ટી20માં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે. જેણે સાયપ્રસ સામે માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી.
ઉર્વિલ પટેલ વિકેટકીપર બેટ્સમેન છે
26 વર્ષીય ઉર્વિલ પટેલને IPL 2025ની હરાજીમાં 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. તે વિકેટકીપર બેટ્સમેન છે.
એમરાલ્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, ઈન્દોર ખાતે યોજાયેલી આ SMAT મેચમાં ત્રિપુરાએ પ્રથમ રમતા 20 ઓવરમાં 155/8 રન બનાવ્યા હતા. આ પછી ઉર્વિલે 35 બોલમાં 113 અણનમ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 322.86 હતો.
તેની ઇનિંગમાં સાત ચોગ્ગા અને 12 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પહેલા તેની સદી માત્ર 28 બોલમાં આવી હતી. તેની શાનદાર ઇનિંગના કારણે ગુજરાતે માત્ર 10.2 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
કોણ છે ઉર્વીલ પટેલ ?
મહેસાણા (બરોડા) ના રહેવાસી ઉર્વીલે 2018 માં રાજકોટમાં મુંબઈ સામેની T20 મેચમાં બરોડા માટે ડેબ્યુ કર્યું હતું. તે જ વર્ષે તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં પણ પ્રવેશ કર્યો. પરંતુ રણજી ટ્રોફીની છેલ્લી આવૃત્તિમાં ડેબ્યુ કરતા પહેલા તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવામાં છ વર્ષનો સમય લાગ્યો હતો.
T20 સદીમાં સૌથી ઝડપી સદી
1. સાહિલ ચૌહાણ (એસ્ટોનિયા) – સાયપ્રસ સામે 27 બોલ (2024)
2. ઉર્વીલ પટેલ (ગુજરાત) – ત્રિપુરા સામે 28 બોલ (2024)
3. ક્રિસ ગેલ (RCB) – પુણે વોરિયર્સ સામે 30 બોલ (2013)
4. રિષભ પંત (દિલ્હી) – હિમાચલ પ્રદેશ સામે 32 બોલ (2018)
5. વિહાન લુબ્બે (ઉત્તર-પશ્ચિમ) – લિમ્પોપો સામે 33 બોલ (2018)
જ્યારે ગુજરાતે ઉર્વિલને 20 લાખમાં ખરીદ્યો હતો
ગુજરાત ટાઇટન્સે ઉર્વિલને 2023ની સિઝન માટે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. GT દ્વારા રિલીઝ થયા પછી, ઉર્વીલને આગલી આવૃત્તિ માટે કોઈ ટીમ મળી ન હતી. 44 T20 મેચોમાં, તેણે 23.52ની એવરેજ અને 164.11ના સ્ટ્રાઈક રેટથી 988 રન બનાવ્યા છે, જેમાં તેના નામે એક સદી અને ચાર અડધી સદી છે.