રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગઇકાલથી જ મેઘરજા બનાસકાંઠામાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે આજે પણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં 7 થી 8 ઈંચ વરસાદ ખબક્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા ત્યારે બનાસકાંઠામાં સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. ચોમાસાના પ્રારંભથી મેઘરાજા રાજ્યમાં પોતાનું હેત વરસાવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 જિલ્લામાં રેડ એલર્ટ
રાજ્યમાં વહેલી સવારથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે 8 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો : રાજકોટમાં દારૂ પકડે ક્રાઈમ બ્રાન્ચ અને દંડ ભરે સ્થાનિક પોલીસ! કૂવાડવા પોલીસ મથક ડી-સ્ટાફ બે, આજી ડેમ ડી-સ્ટાફ એક વખત થયો દંડિત

6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા ઓરેન્જ એલર્ટ અપાયું છે તેમજ અરવલ્લી, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. વર્તમાન સ્થિતિને પગલે બનાસકાંઠા કલેક્ટરે પ્રાથમિક સ્કૂલ બંધ રાખવાની જાહેરાત કરી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ વરસાદ ખાબક્યો હતોજેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે, જેમાં વિજાપુરમાં 6.3 ઇંચ, પાલનપુરમાં 6.1 ઇંચ અને દાંતીવાડામાં 6.0 ઇંચ વરસાદ નોંધાયો છે.
