મેઘરાજા આરામના મૂડમાં : હવે જન્માષ્ટમીએ વરસાદ જમાવટ કરે તેવી શક્યતા, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
સમગ્ર રાજ્યમાં મેઘવિરામ જેવી સ્થિતિ વચ્ચે શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ઝાપટા વરસાવ્યા હતા સાથે જ સૌરાષ્ટ્રમાં અમરેલીના રાજુલા અને ગીર સોમનાથના તલાલામાં પણ રથી ૫ મીમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. જો કે, આગામી તા.14 સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી પરંતુ જન્માષ્ટમી સમયે ફરી મેઘ પધરામણી થવાના સંકેત ખાનગી વેધર એજન્સીઓ આપી રહી છે.
આ પણ વાંચો : રાજકોટ પોલીસ કમિશનર કચેરી નજીકથી જ છરીની અણીએ થયું’તું અપહરણ : ફઈ-ભત્રીજીના લાપત્તા થવાના બનાવમાં નવો વળાંક
હવામાન વિભાગ આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 8 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નથી. સાથે જ આ સમયગાળામાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : રાજકોટનાં નાના મવાનાં 8 જેટલાં મિલ્કતધારકોનાં દસ્તાવેજોની તપાસ: રિપોર્ટ તૈયાર, 5 વર્ષનાં મિલકતોના દસ્તાવેજો ચકાસ્યા
દરમિયાન શુક્રવારે રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં સુરતના ઉમરપાડામાં 15 મીમી, વલસાડમાં 13 મીમી, નવસારીના ખેરગામમાં 10 મીમી, તાપીના કુકરમુંડામા 8 મીમી, બનાસકાંઠાના દાંતામાં 7મીમી, અમરેલીના રાજુલામાં 5 મીમી અને ગીર સોમનાથના તલાલામાં 2 મીમી વરસાદ વરસ્યો હતો. શુક્રવારે સાંજ સુધીમાં રાજ્યના કુલ 28 તાલુકામાં એકથી પંદર મીમી વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે, ખાનગી હવામાન એજન્સીઓના મતે રાજ્યમાં આગામી 15 ઓગસ્ટ બાદ પુન મેઘ પધરામણી થાય તેવા સંજોગો હોવાના સંકેત આપ્યા હતા.
