આવતીકાલે શિક્ષણનાં પ્રશ્ને ગાંધીનગરમાં બેઠક: કર્મચારીઓ પર થતા હુમલા,પ્રિ-સ્કૂલોની નોંધણી સહિતના 33 મુદ્દાઓ ઉપર થશે ચર્ચા
પ્રાથમિક અને માધ્યમિક શાળાના પડતર પ્રશ્નોને લઈને બુધવારે શિક્ષણમંત્રીએ રાજ્યના વિવિધ સંઘના હોદ્દેદારો સાથે એક મહત્વપૂર્ણ મીટીંગ બોલાવી છે. આ બેઠકમાં રાજ્યના સંચાલક મંડળ 33 જેટલા પડતર પ્રશ્નોની યાદી રજુ કરશે. તારીખ 23 જુલાઈ ના રોજ એક ખાસ મીટીંગ મળવાની છે જેમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરાશે.
આ પણ વાંચો : રાજકોટમાં ખેતીની જમીન ઉપર પાર્ટી પ્લોટ બનાવનાર 3 આસામીઓ સામે કડક કાર્યવાહી : ગ્રીનએપલ પાર્ટી પ્લૉટને રૂ.22.32 લાખનો દંડ
આ બેઠકમાં પ્રી સ્કૂલની નોંધણી, બોર્ડની પરીક્ષાનું પરિણામ સ્કૂલોની કેટેગરી પ્રમાણે જાહેર કરવા, કર્મચારીઓ પર થતા હુમલા સહિત અનેક પ્રશ્નો અંગે ચર્ચા સાથે રજૂઆત થશે. ગાંધીનગર ખાતે આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આ મીટીંગ મળવાની છે શિક્ષણમંત્રી દ્વારા રાજ્યના વિવિધ શૈક્ષણિક સંગઠનોના પ્રમુખ અને મહામંત્રીઓને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વિભાગના અધિકારીઓને પણ બેઠકમાં હાજર રહેવા માટે સૂચના અપાય છે.
આ પણ વાંચો : રાજકોટ સિટી-રૂરલના બુટલેગરો વચ્ચે ગેંગવોર ! પોલીસની મીઠી નજર કે અજાણ? જાણો શું છે સમગ્ર મામલો
રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના લાંબા સમયથી પડતર પ્રશ્નોની આ બેઠકમાં ચર્ચા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવું શૈક્ષણિક વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. રાજ્યના સંચાલક મંડળ દ્વારા જે લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં ફીના સ્લેબમાં ફેરફાર માટે બનાવેલી
સમિતિને આપેલા સૂચનો અનુસાર ફેરફાર કરવા, નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રાથમિક સ્કૂલની નોંધણીના પ્રશ્ન, પ્રવાસી શિક્ષકોની ફાળવણી ના પ્રશ્નો પડતર હોવાના મુદ્દે રજૂઆત કરાશે. આ ઉપરાંત ખાનગી ટ્યુશન અને ડમી સ્કૂલ અંગેનો પ્રશ્ન, ટાટ પરીક્ષામાં કટઓફ 60% થી ઘટાડીને 45% કરવા, ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોની હાલતના સુધારો કરવા સહિત 33 જેટલી રજૂઆતો થશે.