મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્ન બંધનમાં બંધાયા : #MaJaNiWeddingના ફોટા અને વિડીયો થયા વાયરલ
છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રેમી પંખીડા એવા મલ્હાર અને પૂજાના લગ્નની વાતો ચાલી રહી હતી. બંનેએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલથી રિયલ લાઈફ સુધીની માહિતી આપી હતી અને લગ્નની તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે ફાયનલી બંને લગ્ન બંધનમાં બંધાઈને સાત જન્મ સુધી એકમેકના થઈ ગયા છે.મલ્હાર ઠાકરના ફેન ક્લબ દ્વારા લગ્નના ફોટો અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં બંને લગ્નની વિધિ દરમિયાન ફેરા ફરતા જોવા મળે છે.
મલ્હાર અને પૂજાના લગ્નને #MaJaNiWedding નામ આપ્યું છે. બંનેના લગ્નમાં ગુજરાતી કલાકારો અને નજીકના લોકોએ હાજરી આપી હતી. બંને પોતાના દરેક ફંક્શનમાં એનર્જેટિક જોવા મળ્યા હતા. ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા. #MaJaNiWedding (Ma Ja Ni Wedding Video) આજે પૂર્ણ થઈ હતી. પૂજા અને મલ્હારના લગ્નના વીડિયો હવે સામે આવ્યા છે. આ વીડિયોમાં મલ્હાર બારાત સાથે તેની દુલ્હનને લેવા માટે નીકળ્યો છે. મલ્હારની જાનમાં તેનો પરિવાર, મિત્રો અને બધા જાનૈયાઓ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. મલ્હારની જાનના કાફલામાં અનેક કાર સામેલ થઈ હતી અને દુલ્હે રાજા બ્લૅક મર્સિડિસ કારમાં હતો.
આ બધી જ કારને એકદમ સુંદર રીતે સજાવવામાં આવી હતી અને મલ્હારની કારે તો દરકેનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું હતું. મલ્હારના જાનની બધી કારને ફૂલોથી શણગારવામાં આવી હતી અને મલ્હાર જે કારમાં હતો તેને ફૂલો સાથે એક સુંદરા મોરની પ્રતિકૃતિ સાથે શણગારી હતી.
મલ્હાર અને પૂજાના લગ્નની વાત કરીયે તો મલ્હારે (Ma Ja Ni Wedding Video) ક્રીમ કલરની શેરવાની અને પૂજાએ ડાર્ક પિન્ક ટ્રેડિશનલ આઉટફિટ પહર્યો હતો. ખરેખર આ કપલ ખૂબ જ બ્યુટીફુલ દેખાતું હતું. આ સાથે બન્નેએ પારંપારિક રીતે ધાર્મિક વિધિઓ સાથે લગ્ન કર્યા હતા અને હવે તેઓ હંમેશા માટે એકબીજાને થઈ ગયા છે. મલ્હાર અને પૂજાના લગ્નમાં અનેક ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ પણ સામેલ થઈને નવપરણિત કપલને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા. આ સાથે તેમના ચાહકોએ પણ મલ્હાર અને પૂજાને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
રવિવારથી જ #MaJaNiWedding ની લગ્ન પહેલાની સેરેમનીની શરૂઆત થઈ હતી. જેમાં મહેંદી, સંગીત અને હલ્દી (Ma Ja Ni Wedding Video) ખૂબ જ ધામધૂમથી થઈ હતી. #MaJaNiWedding ના સંગીત સેરેમનીમાં પ્રખ્યાત ગાયક ઓસમાણ મીર અને તેમના દીકરા આમિર મીરે પોતાના ગીતોથી દરેકને મનમોહિત કરી લીધા હતા. આ સેરેમનીમાં આદિત્ય ગઢવી, યશ સોની સહિત અનેક ગુજરાતી કલાકારોએ પણ હાજરી આપી હતી. લગ્ન પહેલા મલ્હાર અને પૂજાના સંગીત સેરેમનીમાં સામેલ થયેલા દરેક લોકોને મજા પડી ગઈ હતી. સંગીતમાં મલ્હાર અને પૂજાએ કપલ ડાન્સ પણ કર્યો હતો અને આ સાથે તેઓ બન્ને તેમના મિત્રો સાથે ડાન્સ કરી એન્જોય કરી રહ્યા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.