રાહુલને વિપક્ષના નેતા બનાવો; કારોબારીમાં પ્રસ્તાવ
- રાહુલે વિચાર કરવા સમય માંગ્યો: ખડગેએ કહ્યું , શહેરી વિસ્તારો પર પાર્ટીએ ફોકસ કરવાની જરૂર છે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી અને પાર્ટી સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. . સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. બીજી બાજુ ખડગેએ એમ કહ્યું હતું કે પાર્ટીએ શહેરી વિસ્તારોમાં ફોકસ કરવાની જરૂર છે.
જો કે રાહુલે હાલ તુરત આ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો અને આ ઓફર પર વિચાર કરવા માટે સમય આપવાની પ્રતિક્રિયા આપી હતી તેવા અહેવાલો બહાર આવ્યા હતા.
બેઠક પછી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ચોક્કસપણે લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ. તેમણે કહ્યું કે આ અમારી વર્કિંગ કમિટીની વિનંતી હતી. તેઓ નીડર અને હિંમતવાન છે. આ સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું કે હવે કોંગ્રેસ પાર્ટીનું પુનરુત્થાન શરૂ થઈ ગયું છે.
રાહુલ જનતાનો અવાજ બન્યાઃ નાના પટોલે
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અમારી વર્કિંગ કમિટીની ઈચ્છા છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા અને દેશની જનતાનો અવાજ બને. જેના આધારે તેઓને જનતા સમક્ષ સત્ય લાવવાની તાકાત મળશે.
આ સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું કે હવે કોંગ્રેસ પાર્ટીનું પુનરુત્થાન શરૂ થઈ ગયું છે. આ કારોબારીની ભાવના છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળવા વિનંતી કરી છે. સંસદની અંદર આ અભિયાનનું નેતૃત્વ કરવા માટે રાહુલ ગાંધી સૌથી યોગ્ય વ્યક્તિ છે.
શહેરી વિસ્તારો પર ફોકસ કરો :ખડગે
કોંગી કારોબારી સમિતિની બેઠકમાં પાર્ટીના પ્રમુખ ખડગેએ એમ કહ્યું હતું કે આપણે દેશના શહેરી વિસ્તારોમાં ફોકસ કરવાની જરૂર છે કારણ કે અહીંથી પાર્ટીને નબળો પ્રતિસાદ મળે છે અને તે ચિંતાની વાત છે. બધા જ નેતાઓએ શહેરી વિસ્તારોમાં પાર્ટીને મજબૂત કરવા માટે ધ્યાન આપવું જોઈએ. પાછલા પરિણામો પરથી પણ આ વાત સાબિત તીહાઈ હતી કે શહેરી વિસ્તારોમાં પાર્ટી નબળી રહી છે.