જૂનાગઢના ભારતી આશ્રમના મહંત સુસાઇડ નોટ લખી રહસ્યમય રીતે ગાયબ, જાણો શું છે સમગ્ર મામલો
જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલા ભરતી આશ્રમણા લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજી રવિવારે સવારથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. તેમના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને તેમની શોધખોળ શરુ કરી હતી. મહંત આજે વહેલી સવારે કોઈને પણ જાણ કર્યા વિના આશ્રમમાંથી નીકળી ગયા હતા અને આ અંગે સંચાલકોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજી ગુમ થઇ ગયા હોવાની જાણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચો :આંતરરાષ્ટ્રીય સાઇબર સિન્ડિકેટનો વડો ઝડપાયો : CBIએ ભુવનેશ્વર એરપોર્ટ પરથી દબોચી લીધો, 3 દિવસના રિમાન્ડ મંજૂર
લઘુમહંત મહાદેવભારતીજીએ ત્રણથી વધુ પાનાની સુસાઇડ નોટ પણ લખી હોવાનું જાણવા છે. જો કે આ અંગે પોલીસે અધિકૃત રીતે કોઈ જાહેરાત કરી નથી. આ ઘટનાની જાણ કરાયા બાદ પોલીસે જુદી જુદી ટીમ બનાવીને શોધખોળ આદરી હતી. પોલીસે સંચાલકો તેમજ તેમના નજીકના માણસોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન આ ઘટનાક્રમમાં જ મહંતની વોટ્સએપ ચેટીં ગ પણ વાયરલ થઇ છે. આ ચેટીંગ આ ઘટનાક્રમમાં કારણભૂત છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મહંત હરિહરાનંદ પણ ગાયબ થયા હતા અને પછી નાટકીય રીતે નાસિકથી મળી પણ આવ્યા હતા.
