જાદુઇ ઝડપઃ ગિરનારની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં માત્ર 32 મિનિટમાં 2200 પગથિયાં ચડી-ઉતરીને UPની તામસીએ છઠ્ઠી વખત વિજેતા બની
જૂનાગઢ ખાતે યોજાયેલી 18મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 12 રાજ્યોમાંથી આવેલા 516 સ્પર્ધકોમાં પુરૂષમાં આદિવાસી યુવક 5500 પગથિયા 58.16 મિનિટમાં ઉતરીને વિજેતા બન્યો હતો. જ્યારે ઉત્તરપ્રદેશની યુવતી મહિલા વિંગમાં સતત છઠ્ઠી વખત ચેમ્પિયન બની છે.
ભવનાથમાં સવારે છ વાગ્યાથી સપર્ધા શરૂ થઈ હતી. ચાર કેટેગરીમાં સિનિયર, જુનિયર તથા પુરૂષ, મહિલાની સ્પર્ધા હતી. પોલીસ ભરતીની માફક સ્પર્ધકોને પારદર્શિતારૂપ પરિણામ માટે આરએફ આઈડી ચીપ સિસ્ટમનો અમલ કરાયો હતો.
રાષ્ટ્રીયસ્તરની સ્પર્ધામાં સિનિયર મહિલા ગ્રુપમાં ઉત્તરપ્રદેશની તામસીસિંહ નામની યુવતી 32.14 મિનિટ સાથે પ્રથમ ક્રમે રહી હતી. બીજા ક્રમે 38.55 મિનિટ સાથે તેમજ કાજલ વેગડાએ 39.26 મિનિટમાં 2200 પગથિયા ચડી-ઉતરીને ત્રીજા ક્રમે રહી હતી. તામસીસિંહ સતત છઠ્ઠી વખત સ્પર્ધામાં ચેમ્પિયન બની છે. જુનિયર ગ્રુપમાંથી સિનિયરમાં આવી અને ચેમ્પિયન થઈ છે.
આ પણ વાંચો :રાજકોટની 90 વર્ષ જૂની શાકમાર્કેટની કરાશે કાયાપલટ: લાખાજીરાજ શાક માર્કેટનું રિનોવેશન કરી 22 દુકાન અને 148 થડાં બનશે
પુરૂષોના ગ્રુપમાં અનિલ વસાવાએ 5500 પગથિયા 58.16 મિનિટમાં ચડી-ઉતરીને પ્રથમ સ્થાન સાથે ચેમ્પિયન બન્યો હતો. જ્યારે અન્ય ઈન્દ્રેશ વસાવા 59.61 મિનિટ સાથે બીજા ક્રમે વિગ્નેશ ભગવતી 60.19 મિનિટ સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.
