ગુલાબી ઠંડીની વચ્ચે ગુજરાતમાં આ તારીખે માવઠાની આગાહી કરી
અત્યારે શિયાળાની શરૂઆત છે અને ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે હવામાન ખાતાએ આગામી તા. ૨૫ અને ૨૬ નવેમ્બરે માવઠાની આગાહી કરી છે. આ આગાહીને પગલે પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 25 અને 26 નવેમ્બરે રાજ્યમાં માવઠુ થઇ શકે છે, પશ્ચિમ બંગાળ અને અરબી સમુદ્રમાં ભેજના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ પેદા થઇ છે, અને આ કારણે કેટલાય ભાગોમાં માવઠુ થવાનુ પુરેપુરી શક્યતા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી છે. માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે, ખેતરમાં પડેલા પાકને ઢાંકીને રાખવો, જેથી નુકસાન નહીંવત થાય.
ભારતીય હવામાન વિભાગએ બંગાળની ખાડી પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાત તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડી પર બની રહેલુ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.