Loksabha election RESULT 2024 : ગુજરાતની 25 બેઠકોની સ્થિતિ, કોણ કેટલા મતે આગળ ??
લોકસભાની ચૂંટણીના લાંબા સમય સુધી ચાલેલા તબક્કા બાદ હવે આજે મંગળવારે દેશભરમાં એક સાથે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને બપોર સુધીમાં ટ્રેન્ડ અને સાંજ સુધીમાં પરિણામો જાહેર થઇ જશે. જુદી જુદી ૧૦ જેટલી ન્યુઝ ચેનલો અને એજન્સીઓએ હાથ ધરેલા એકઝિટ પોલમાં નરેન્દ્ર મોદી હેટ્રિક કરશે અને કેન્દ્રમાં ફરી એન.ડી.એ.ની સરકાર રચાશે તેવું તારણ આપ્યું છે જયારે બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધને આ એકઝિટ પોલને ફગાવી દઈને આ વખતે તેમની સરકાર રચાશે તેવો દાવો કર્યો છે. આવા સંજોગોમાં આ પરિણામોએ ભારે ઉત્તેજના જગાવી છે.
લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી 542 બેઠકો માટેની મત ગણતરી થવાની છે. એક સુરતની બેઠક બિનહરીફ થઇ ગઈ હોવાથી ત્યાં મતદાન જ થયું ન હતુ. ૨૭૨ બેઠક જીતનાર સરકાર રચવા માટે દાવો કરી શકે છે. એકઝિટ પોલમાં એન.ડી.એ. સરકારને સંપૂર્ણ બહુમતી મળી ચુકી છે ત્યારે મતદારોનો મિજાજ આ મુજબનો જ છે કે કેમ તે જાણવું રસપ્રદ રહેશે. ત્યારે જાણીએ ગુજરાતની 25 બેઠકોની હાલ સ્થિતિ શું છે અને કોણ કેટલા મતથી આગળ છે.
સવારે 10:00 વાગ્યે
- રાજકોટ (ભાજપ) પરસોત્તમ રૂપાલા 93604
- અમદાવાદ ઈસ્ટ (ભાજપ) હસમુખ પટેલ 50503
- અમદાવાદ વેસ્ટ (ભાજપ) દિનેશ મકવાણા 1,21,540
- અમરેલી (ભાજપ) ભરત સુતરિયા 59567
- આણંદ (ભાજપ) મીતેશ પટેલ 8078
- બનાસકાંઠા (કોંગ્રેસ) ગેનીબેન ઠાકોર 1042
- બારડોલી (ભાજપ) પ્રભુ વસાવા 60767
- ભરુચ (ભાજપ) મનસુખ વસાવા 51412
- ભાવનગર (ભાજપ) નીમુબેન બાંભણીયા 77191
- છોટાઉદેપુર (ભાજપ) જશુભાઈ રાઠવા 1,14,016
- દાહોદ (ભાજપ) જશવંત ભાભોર 59149
- ગાંધીનગર (ભાજપ) અમિત શાહ 1,25,613
- જામનગર (ભાજપ) પૂનમબેન માડમ 10,906
- જૂનાગઢ (ભાજપ) રાજેશ ચુડાસમા 20,788
- કચ્છ (ભાજપ) વિનોદ ચાવડા 19,162
- ખેડા (ભાજપ) દેવુસિંહ ચૌહાણ 88,319
- મહેસાણા (ભાજપ) હરિભાઈ પટેલ 40,087
- નવસારી (ભાજપ) સી.આર.પાટિલ 75670
- પંચમહાલ (ભાજપ) રાજપાલસિંહ જાદવ 1,26,565
- પાટણ (કોંગ્રેસ) ચંદનજી ઠાકોર 9587
- પોરબંદર (ભાજપ) મનસુખ માંડવિયા 1,05,296
- સાબરકાંઠા (ભાજપ) શોભનાબેન બારૈયા 8867
- સુરેન્દ્રનગર (ભાજપ) ચંદુભાઈ શિહોરા 33937
- વડોદરા (ભાજપ) ડૉ.હેમાંગ જોષી 1,18,679
- વલસાડ (ભાજપ) ધવલ પટેલ 1,09,439