ગુજરાતના નવા મંત્રી મંડળના 26 નામોની યાદી : CM સહિત 8 પાટીદાર, 8 OBC, 3 SC, 4 ST; 3 મહિલાઓનો સમાવેશ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નવી ટીમ આજે શુક્રવારે સવારે 11ઃ30 વાગ્યે જાહેર થઈ જવાની છે ત્યારે ગુરૂવારે આખો દિવસ આખા ગુજરાતની નજર ગાંધીનગર ઉપર મંડાયેલી રહી હતી. આ સાથે જ ગુરૂવારે બપોરે જ જૂની ટીમના 16 મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા. ત્યારે હવે નવા મંત્રી મંડળની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે મહત્વની વાત એ પણ છે કે રાજકોટના એક પણ ધરસભ્યોનો સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો નથી.
જુના બે મંત્રીઓ કુંવરજી બાવળીયા તથા પરસોતમ સોલંકી યથાવત
સૌરાષ્ટ્રનું વજન વધ્યું, જુના બે મંત્રીઓ કુંવરજી બાવળીયા તથા પરસોતમ સોલંકી યથાવત છે. અન્ય છ નવા ચહેરા મોરબીના કાંતિ અમૃતિયા, જામનગરના રિવાબા જાડેજા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, કોડીનારના ડોક્ટર પ્રદ્યુમન વાંજા, અમરેલીના કૌશિક વેકરીયા, ભાવનગરના જીતુ વાઘાણીને સ્થાન મળ્યું
નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું “વજન” વધ્યું છે.

નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું “વજન” વધશે. કુંવરજી બાવળિયા (જસદણ), રિવાબા જાડેજા (જામનગર), કાંતિભાઈ અમૃતિયા (મોરબી), કૌશિક વેકરિયા (અમરેલી), અર્જુન મોઢવાડીયા (પોરબંદર), જીતુભાઇ વાઘણી (ભાવનગર), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય)ને આવ્યો ફોન હતો.
સરકાર દ્વારા ગુરૂવારે સવારે 8:28 વાગ્યે જ જાહેરાત કરી દેવામાં આવી હતી કે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં શુક્રવારે સવારે 11 : 30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુંબઈ હોય તેવો ગુરૂવારે બપોરે ત્રણ વાગ્યા આસપાસ ગુજરાત પરત ફર્યા હતા. આ પહેલાં રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ, ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના દિગ્ગજ નેતાઓ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ સાંજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ ગુજરાત આવી પહોંચ્યા હતા. આ પહેલાં ભૂપેન્દ્રભાઈના બપોરે આગમન બાદ તમામ 16 મંત્રીઓએ પોતાના રાજીનામા તેમને સોંપ્યા હતા. આ રાજીનામા લીધા બાદ જેમને રિપિટ કરવાના હતા તે રાજીનામા પોતાની પાસે રાખી લઈ જેમને મંત્રીમંડળમાંથી `આઉટ’ કરવાના છે તે મંત્રીઓના રાજીનામા અને નવા મંત્રીમંડળનું લિસ્ટ લઈને મુખ્યમંત્રીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
બીજી બાજુ ગુરૂવારે રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલની ઉપસ્થિતિમાં ધારાસભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી જે પૂર્ણ થયા બાદ રાત્રે જ જેમણે-જેમણે મંત્રીપદના શપથ લેવાના છે તેમને ફોન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે કેબિનેટની બેઠક પણ મળશે જેમાં નવનિયુક્ત મંત્રીઓને ખાતાઓની પણ ફાળવણી કરી દેવામાં આવશે.
ગુરૂવારે ગાંધીનગરમાં શું શું બન્યું ?
– રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ સુનિલ બંસલે ગુજરાત આવી સંગઠન મહામંત્રી રત્નાકર સાથે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી
– બપોરે ત્રણ વાગ્યે મુખ્યમંત્રી મુંબઈથી ગુજરાત આવ્યા
– ભૂપેન્દ્રભાઈ પટેલ સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા
– રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા
– રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને તમામ ધારાસભ્યોની બેઠક મળી
– જે.પી.નડ્ડાએ તમામને કર્યું સંબોધન
– રાત્રે જ મુખ્યમંત્રી રાજ્યપાલને મળ્યા અને નવા મંત્રીમંડળનું લિસ્ટ સોંપ્યું
શપથ સમારોહમાં 10,000 લોકો રહેશે હાજરઃ મેનુ પણ જાહેર
આજે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આયોજિત નવા મંત્રીમંડળમાં દસ હજાર જેટલા લોકો હાજર રહે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. શપથ સમારોહની તૈયારીની સમીક્ષા કરવા માટે ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સહિતના પહોંચી ગયા હતા અને તેમણે જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્યો હતો. આ ઉપરાંત શપથ સમારોહનું મેનુ પણ સામે આવ્યું હતું જેમાં તમામ વાનગી ગુજરાતી રાખવામાં આવી હતી.
