ગાંધીનગર, સૌરાષ્ટ્રમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતા. જો કે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાને કારણે નુકસાની કે જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
સોમવારે સાંજે રાજ્યના ગાંધીનગર અને આસપાસના વિસાતરમાં ભૂકંપનો હળવા આંચકો અનુભવાયો હતા. જ્યારે સૌરાષ્ટ્રના જુનાગઢ, કેશોદ, માળીયા હાટીના, માણાવદર, ગીર સહિતના પંથકમાં ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીનગરમાં આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર ૩.૫ તીવ્રતા માપવામાં આવી હતી. જ્યારે સૌરાષ્ટ્રમાં ૩.૬ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જો કે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોય કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.