લેવીસ ગ્રુપે કરોડોની કરચોરી કબૂલી: આંકડો 300 કરોડએ પહોંચ્યો, 25માંથી 3 લોકર ખુલ્યા, 50 લાખની જવેલરી સીઝ
રાજકોટ ઇન્કમટેક્સનાં સીરામીક ગ્રુપ પર ચાલી રહેલાં દરોડા આવતીકાલે સવાર સુધીમા પૂરાં થશે.4 દિવસથી ચાલી રહેલી તપાસમાં 300 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારોનો આંકડો સામે આવ્યો છે,જો કે હજુ જપ્ત કરેલાં હિસાબી ચોપડાની ચકાસણી બાદ કરચોરીનો ફાઇનલ આંકડો સામે આવશે.

રાજકોટની ઇન્વેટીગેશન વીંગે ટેક્સચોરીની માયાજાળ પાથરીને બેસેલા લેવીસ,લીવા,મેટ્રો ગ્રુપ સહિત 47 સ્થળોએ દરોડા પાડ્યા હતાં.જેમાં સૌથી વધુ 25 જેટલી રેસિડેન્યલ પ્રીમાઇસ,5 ઓફિસ અને બાકીના ફેકટરી યુનિટોમાં સર્ચ ચાલી રહ્યું છે.આંતરિક સુત્રોનાં જણાવ્યા મુજબ સીરામીક ગ્રૂપનાં સંચાલકોએ ટેક્સ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે, આથી હવે હિસાબો અને કેટલી ચોરી ક્યાં કરી છે..? તેના નિવેદનની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : ટ્રમ્પ શરણે આવશે! 25 ટકા વધારાનો ટેરિફ હટી શકે છે,દેશના મુખ્ય આર્થિક સલાહકારનું નિવેદન
કુલ 47 જગ્યાએ દરોડા પડ્યા હતા તેનો રિપોર્ટ આઈ ટી એ તૈયાર કરી રાજકોટ વીંગમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન ૨૫ જેટલા લોકર મળી આવ્યા હતા જેમાંથી 3 લોકર ખોલતાં 50 લાખની જ્વેલરી મળી આવે છે જેને ઇન્કમટેક્સ કરી છે. બાકીના લોકર ની ચકાસણી આગામી બે દિવસ દરમિયાન કરવામાં આવશે.
મોરબીમાં વધુ બે થી ત્રણ જગ્યાએ દરોડા શરૂ કરવામાં આવ્યા છે આ ફેક્ટરી સાથે સંકળાયેલા અન્ય ગ્રુપના નામ કરચોરીમાં સામે આવતા ત્યાં સુધી તપાસનો રેલો આવ્યો છે.
